પોસ્ટ્સ

એપ્રિલ 7, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચાલ ચાલ ભાઈ ચાલ

ચાલ ચાલ ભાઈ ચાલ... નથી અહિયાં કોઈ તારા જેવું... નથી અહિયાં કોઈ સારા જેવું... છોડી દે ને સેવા-કાજની આ આદત મારા ભેરુ... ઓલા ગામના તો ચપટીમાં કે છે, મૂરખ છો તું ભયલુ, મૂરખ છો તું ભયલુ... ચાલ ચાલ ભાઈ ચાલ.... નથી અહિયાં કોઈ તારા જેવું... નથી અહિયાં કોઈ સારા જેવું... છોડી દે ને ભલાઇની આ આદત મારા ભેરુ... ઓલા ગામના તો ચપટીમાં કે છે, ડફોળ છો તું ભયલુ, ડફોળ છો તું ભયલુ... ચાલ ચાલ ભાઈ ચાલ.... નથી અહિયાં કોઈ તારા જેવું... નથી અહિયાં કોઈ સારા જેવું... છોડી દે ને નિસ્વાર્થપણાની આ આદત મારા ભેરુ.... ઓલા ગામના તો ચપટીમાં કે છે, રખડી ખાય છે ભયલુ તું તો, રખડી ખાય છે ભયલુ... ચાલ ચાલ ભાઈ ચાલ.... નથી અહિયાં કોઈ તારા જેવું... નથી અહિયાં કોઈ સારા જેવું... છોડી દે ને લાગણીવેડાની આ આદત મારા ભેરુ... ઓલા ગામના તો ચપટીમાં કે છે, નાસમજ છે તું ભયલુ, નાસમજ છે ભયલુ.... ચાલ ચાલ ભાઈ ચાલ... નથી અહિયાં કોઈ તારા જેવું... નથી અહિયાં કોઈ સારા જેવું... ગોતું છું તારા જ જેવા મારામાં ત્યારે.... ઓલા ગામના તો ચપટીમાં કે છે, દંભી છે તું ભયલુ, સ્વાર્થી છે તું ભયલુ,.. ચાલ ચાલ ભાઈ ચાલ.... ખરેખર નથી "ટક્યું" અહિયાં કોઈ તારા