પોસ્ટ્સ

એપ્રિલ 16, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શિક્ષણ અને ખાનગીકરણ

તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી અને ઉભરતી યોગ્ય પ્રગતિ છે પરંતુ તમને પ્રશ્ન થશે કે “અંધારા”નું શું? કેમ તેના માટે મને કોઈ રૂપક ન મળ્યો! ખાનગીકરણ.....એજ તો છે અંધારું! થોડા સમય પહેલાની વાત છે. હું, મિત્ર જીગર અને મિત્ર ચેતન ગુજરાત વિદ્યાપીઠની મુલાકાતે હતા. ત્યાં ચીન દ્વારા આપેલી પરમ ભેટની ચૂસકી મારતા મારતા આ વિષય પર પ્રથમ વખત વિસ્તૃત ચર્ચાનાં અંકુર ફૂટ્યા હતા. જો કે આ અહેવાલને સંક્ષિપ્ત જ સમજવો. મૂળ વાત, કોઈપણ રાષ્ટ્રનાં નાગરિક તરીકે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ એમ દરેક કક્ષાનું શિક્ષણ રાષ્ટ્રના તમામ નાગરિકોની પરમ જરૂરિયાતોમાં સ્થાન પામેલ છે અને સત્તા પર બેસાડવામાં આવેલ “વેપારીઓ” પોતે એ શિક્ષણ આપવા બદલ નિમાયેલા પણ છે. (માફ કરશો મારો પ્રયાસ “નેતાઓ” લખવાનો હતો) આપણે ભારતીય છીએ એટલે ભારતની જ વાત માંડુ કે, ભારત દેશ અંગ્રજોની ગુલામીમાંથી આઝાદ થયા પછી કેન્દ્રીય સત્તા પર આવનાર દરેક સરકારે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ લોકો સુધી પહોચાડવા માટે બનતા પ્રયત્નો કર્યા છે અને કરતા રહેશે. (બનતા પ્