પોસ્ટ્સ

સપ્ટેમ્બર 25, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શું દેશ માટે જીવવા મરવાનો ઇજારો ફકત સૈનીકોનો જ છે?

ફેસબુક પર આપણા શહીદો અને સૈનિકોનાં લેખો પર એક લાઈક અને કમેન્ટ કરીને તમે તમારી જવાબદારી પૂર્ણ કરી લીધી એમ સમજો છો? એક સૈનિક જ્યારે શહીદી વહોરે છે ત્યારે તેનો દેશ પ્રત્યેનો પ્રેમ, ભાવ અને ધગશ એ બધાય એલિમેન્ટ કરતા પણ પોતે પોતાની જાત સાથે કરેલ કમીટમેન્ટ બાબતેની વફાદારી સ્પષ્ટ હોય છે.  એક સૈનિક ક્યારેય ભારતના અમુક ભ્રષ્ટ નાગરિકની જેમ એ સમયે ભ્રષ્ટ નથી હોતાં કે જે પતાના પર આવી જાય તો દેશને, પોતાની જાતને અને તમામને ભ્રષ્ટાચારનાં કિચડમાં હોમી દેતાં સેજ પણ વાર વિચારતા નથી અને એ બસ ઠંડા લોહી એ બધુ કરતા રહે છે. મજબૂરી જરૂરિયાતોથી ઉભી થાય છે કે અપેક્ષાઓથી તેનું આત્મજ્ઞાન કરવું જરૂરી છે. આપણા સૈનિકોને એટલો જ ભથ્થો મળે છે જે કોઈપણ સામાન્ય શિક્ષિત ભારતીયને મળે છે. નથી એમને કંઈ વધારે મળતું કે નથી આપણને કંઈ ઓછું!  આવા લેખ ઘણા એ લખ્યા છે અને લોકો ભવિષ્યમાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા હેતુ લખતા જ રહેશે. પણ મારો લખવાનો મુદ્દો અહીં કૈંક અલગ છે. જેમ તમે અને હું એક મનુષ્ય અવતાર છીએ તેમ જ સૈનિક પોતે પણ એક માણસ જ છે! એવું કોઈપણ બંધારણ નથી કે, જેમાં લખ્યું હોય કે એક માણસ એક માણસ માટે પોતાનો જીવ ન્યોછ