પોસ્ટ્સ

સપ્ટેમ્બર 30, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગોખણપટ્ટી અને ભણતર?

સ્કૂલમાં ઉપયોગમાં લેવાયેલી તમામ આવડતો જીવનમાં કામ લાગે જ છે સિવાય કે ગોખણપટ્ટી. તેમ છતાં ખબર નથી પડતી કે ગોખણપટ્ટી ને જ કેમ મહત્વ આપવામાં આવે છે? શું એવી સિસ્ટમ ન હોવી જોઈએ કે જેમાં બાળકોને એવાં અઘરા પ્રશ્નો પૂછવામાં આવે કે જેને સમજવામાં જ એમની બુદ્ધિની કસોટી થઈ જાય. ત્યારબાદ એમને પ્રશ્નોના જવાબ ગમે તે સાહિત્યમાંથી લખવાની છૂટ. જેમકે અંગ્રેજી વિષયમાં પેસેજ પ્રશ્નોત્તરી. આ તો જસ્ટ વિચાર છે. બાકી ગોખણપટ્ટી ક્યારેય કામ નથી લાગી. દરેક જગ્યાએ અનુભવ અને કન્સેપટ જ માંગ્યો છે..! - કમલ