પોસ્ટ્સ

ઑક્ટોબર, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શામળા....

શેનું શું થયું શામળા જણાવ, છીએ અમે પાંગળા ઘડીયાળનાં વળ ને જોઈ અમે ભાગતાં શાંત બેસાડ વાલીડા થયાં અમે થાકતાં જો તારું નામ જ ચાલે છે જગતમાં તો શીખવાડ નામ લેતાં તો થઈએ અમે બેસતાં અરજી તારે ત્યાંય લાગે છે જાણ્યું ભીડ દેખાતાં કલમ તો અમે લાવશું પણ કાગળ તો દે શામળા થાક લાગતાં જ માણસો બદલી નાખે છે વિધાતાં ભોળા હૃદય ની સાથે મીંઢું મગજ ક્યાં દીધું શામળા #Kamalam

છબછબીયા

જીવતર નામના ખાબોચિયામાં ઘણાં છબછબીયા કર્યા ક્યારેક છાંટ મારી પર ઉડી તો ક્યારેક બીજા કોઈ પર પણ કુદકા એટલા માસુમ હતા કે દરેક ભીના જ થયા ગંદા નહીં 🙂 #કમલમ

પરમાનંદ અને પ્રેમ

"પરમાનંદ" ને સીધે-સીધો "પ્રેમ" સાથે જોડવામાં આવ્યો છે. પ્રેમ જેવી અતયન્ત નાજુક છતાંય અતૂટ લાગણી, પછી કોઈ ઈશ્વર માટે હોય કે પ્રાણી (માણસ આવી ગયા) માટે એ અનુભવવા વાળા વ્યક્તિને રિટાયર્ડ કરી નાખે છે. એને બસ બધું જ મળી ગયું! પરમાનંદથી વિશેષ હોય પણ શું? એટલે જ આ મિકેનિકલ દુનિયામાં સાચ્ચા પ્રેમી કે ભક્તને નક્કામાં કહેવામાં આવે છે. અને એ ડર જ પ્રેમને મેકેનિકલ બનાવી દે છે અને એટલે જ આ દુનિયા મેકેનિકલ બની રહે છે. #Kamalam