પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અસ્પૃશ્યતા નિવારણ?

અસ્પૃશ્યતા નિવારણ એટલે ઘોડાની ઘાસ સાથે દોસ્તીની તરફ એક કુચ. ખરું ને? પછી ઘોડો ઘાસ તરફ એટલું જ આકર્ષણ વધશે કે જેટલું પહેલા ન હતું. અને પછી સત્યાનાશ. કોઈપણ ઉપદ્રવ ને દુર કરવા "સફાઈ" એક રસ્તો છે. અને ઉપદ્રવ ન થાય એવી સમજદારી વિકસવી એ બીજો અને સૌથી ઉત્તમ રસ્તો છે. હાલ જે આ બધા સામાજિક ઉપદ્રવો છે એ બધા દાયકાઓથી ચાલી આવતી અમુક રૂઢીચુસ્ત માનસિકતાની આડઅસરો છે. જે પાંગળી અથવા ઘડ પડી ગયેલી માનસિકતાઓ દ્વારા સૌથી વધુ ફેલાઈ રહે છે. અસ્પૃશ્યતા સમજવી જરૂરી નથી પરંતુ હાલની પેઢીને નૈતિક મુલ્યો સમજાવીએ. કોઈપણ ઉપદ્રવને કેન્દ્રમાં રાખશો એટલે એનું મહત્વ વધશે અને ઉપદ્રવ પણ વધશે જ. પરંતુ દરેક ઉપદ્રવોનાં કેન્દ્રમાં નૈતિકમૂલ્યોનો અભાવ છે એ બાબતે તમે બધા સહમત થશો. અને હાલની પેઢીમાં નૈતિક મુલ્યોનું સ્થાપન ઘરના વડીલો, મિત્રો, શિક્ષકો અને આ ગ્રુપ જેવા ડીઝીટલ મીડિયામાં સંકલિત થતી માહિતીઓ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એટલે અહી જો ચર્ચા થવી જોઈએ તો નૈતિક મુલ્યોની નહીં ઉપદ્રવની. #કમલમ

Path to become an Expert...!

No expert has become the one without taking a risk! Expert is just an answer call to almost all the problem related to the domain. You learn in three possible way (anything) 1. Self Curiosity 2. Taking Risk to design a model that has nothing to do with your current skills 3. Learn by solving queries Asked by the members from the community - Self Curiosity defines your Interest - Ability to Take Risk to build a model for which you don't have any expertise defines you're passionate about that activity - Solving Community's issues using your available skill set defines you are seriously made for such industry. Then after your journey towards becoming an expert actually starts. Above three qualities evolve a troubleshooting skill in you which further leads you to do researches to upgrade available resources and that's how you become an innovator. #kamalam

આવા ન થવું

વેહિકલ ટાયર બનાવતી કમ્પનીમાં બકો મેનેજર તરીકે લાગ્યા બાદ તરત જ સૌથી મોટીજવાબદારી સોંપવામાં આવી કે કંપનીનું સેલ્સ ઘટી રહ્યું છે તો ઉપર કેવી રીતે લાવી શકાય તે વિષેનાં વિચારો રજુ કરવા કહ્યું. બકા એ બે દિવસની રજા લીધી અને ટુર પર નીકળી ગયો. બે દિવસ બાદ કમ્પનીમાં આવ્યો અને દરેક સાથે કામ કરતા અન્સામેનેજરો એ પોતપોતાના વિચારો રજુ કર્યા. કોઈએ એ માર્કેટિંગ પર ધ્યાન આપવા કહ્યું તો કોઈકે અક્ને કુમારને એમ્બેસેડર બનાવવા કહ્યું. બકા નો વારો આવ્યો અને એણે ખીંચામાંથી એક થેલી કાઢી અને તેને ટેબલ પર ખાલી કરી. એ થેલીમાં રસ્તા પર મળતી દરેક અણીદાર વસ્તુઓ હતી. ત્યારબાદ બકા એ કહ્યું કે, આપણા ટાયરની ક્વોલીટી એટલી કરી નાખો કે આ બધી જ વસ્તુથી એને નુકશાન થાય અને ટાયરનો ભાવ ૩૦% ઘટાડી દયો. સેલ્સ ૪૦૦% ઉપર જશે. (થયું પણ ખરા :( ) પૂર્ણવિરામ. #કમલમ