નિશ્ચિત અનિશ્ચિત

લકી હોટલે બકો ને ચકો બેઠા છે...

કોઈ કાંઈ જ બોલી નથી રહ્યું. બંનેની મુખ-મુદ્રા ગંભીર છે. શરીરનાં હલન-ચલનમાં એક પ્રકારની આળસ છે. તેઓ પોતાનામાં મશગુલ છે. તેઓ બન્ને આવતી-જતી ભીડને જોઈ રહ્યા છે અને ચા ની ચૂસકી લઇ રહ્યા છે.

હા, બંને નો નિયમ છે કે, જયારે પણ મળવાનું થાય ત્યારે ફોન ઘરે મુકીને આવવો! કદાચ એટલે બેયનું મન નથી લાગતું ...પણ લાંબા અંતરાલ બાદ, ઊંડો શ્વાસ લઈને બકાની આંખમાં-આંખ પોરવીને, ચશ્માં ઉતારીને, અને જે હાથેથી ચશ્માં પકડ્યા છે એ જ હાથ ને બકાનાં મોં તરફ રાખી, ચકો કઇંક બોલે છે....!

---------

ચકો: "કોઈ જીવ, ભલેને ગમે તેટલો ખૂંખાર કેમ ન હોય પણ જો એનો સ્વભાવ સદંતર સરખો જ હોય અથવા નિશ્ચિત જ હોય તો તેને કાબુમાં કરવાના ઘણા રસ્તા નીકળી આવે છે. અને તેની જ સામે અનિશ્વિત વ્યવહારના કોઈ રસ્તા નથી નીકળતા. એટલે આ દુનિયામાં કોઈપણ પ્રકારની અનિશ્ચિતતાથી જ વ્યક્તિ વધારે વધુ ગભરાય છે."

બકો: "પણ આ તારા જ્ઞાન ને આપડી સાથે શું લેવા દેવા છે? અને તું મને કેમ કે છે?"

ચકો: "ચા નાં પૈસા તું આપી ને મારો તારા પ્રત્યે નો અનિશ્ચિત અભિગમ દુર કરવાની યાચના કરું છું."

બકો: "મારી પાસે નથી..તું આપી દેજે..."

ચકો: "ધત તેરી કી...ગઈ ભેંસ પાની મેં..."

---------

પૂર્ણવિરામ

- કમલ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો