હમણાં જ એક સરસ કટાક્ષ વાંચ્યો જે ડોકટરે લખ્યો હતો.
"તમે વારંવાર વપરાયેલા તેલમાં તળેલાં સમોસા અને વડા એકદમ મોજથી આરોગો છો. સાથે સાથે પેલું કાળું એસિડ એટલે કે કોકાકોલા અને પેપ્સી જેવા પીણાં પણ ઠેલવો છો પેટમાં અને અંતે આ બધું પૂરું થયાં પછી તમાકુ કે પછી ધુમ્રપાન પણ કરો છો...
અને જ્યારે એ જ વ્યક્તિ ને પ્રોબ્લેમ થાય છે ત્યારે મારી પાસે આવે છે અને હું જે દવા લખી દઉં ત્યારે વળતા માં એમ પૂછે કે, 'ડોકટર આ દવાની કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી ને?'"
પૂર્ણવિરામ
કમલ