પોસ્ટ્સ

સપ્ટેમ્બર 16, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કડવી ખાંડની ચાં!

ચાં ભલેને ગમે ત્યાંથી લાવો...પરંતુ ખાંડ કડવી નીકળે તો? આ અહેવાલથી સુરતમાં કાર્યરત એકમાત્ર PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં થયેલા મારા કડવા અનુભવ વિષે જણાવવા ઈચ્છું છું.  PSU એટલે? રાષ્ટ્રની પ્રજાને ધ્યાનમાં રાખીને એમની ઔદ્યોગિક અને અન્ય પ્રાથમિક જરૂરિયાતોનો પુરવઠો અને સપ્લાયને સરભર રાખવા સરકાર પોતે જે પણ ઉદ્યોગમાં જંપલાવે તેને બંધારણીય શબ્દોમાં PSU (PUBLIC SECTOR UNIT) કહે છે. પેટ્રોલીયમ, ખેતી, રસાયણો, વાહનવ્યવહાર, શિક્ષણ, બેંક વગેરે વગેરે ક્ષેત્રોની પ્રોડક્ટ અને સર્વિસીસનો PSUમાં સમાવેશ થાય છે.  કોઈક કારણસર મારે સુરત મારા મિત્ર તેજસને ત્યાં જવાનું થયું. તેજસ, હજીરા, સુરત સ્થિત પ્લાન્ટમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. અમારી ચર્ચા ચાલી રહી હતી ત્યારે રાતનાં ૧ વાગ્યે પ્લાન્ટમાંથી ફોન આવે છે કે, પ્લાન્ટમાં એક પ્રોબ્લેમ ઉભો થયો છે.  પ્રથમતો તેણે ફોન ઉપરજ ઉપાય આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ પ્લાન્ટમાં તેજસથી પણ વધારે અનુભવી વ્યક્તિઓએ કશુંજ પ્રયત્ન કર્યા વગર હાથ ઉપર કરી લીધા. પરંતુ પોતે પ્રમાણિક અને કાર્યનિષ્ઠ હોવાને લીધે એ પ્રોબ્લેમનો ઉપાય કરવા માટે હું અને તેજસ રાતના ૨ વાગ્યે અમે સ