"ભગવાન જે કરે છે એ સારા માટે જ કરે છે..."
આ વાક્ય લગભગ બધાજ લોકો સાંભળતા અને બોલતા હશે. (હું તો દિવસમાં લગભગ એક-બે વાર આ વાક્યનો ડોઝ આપી જ દઉં છું)
પણ જ્યારે પ્રથમ વખત મેં મારા માટે આ વાક્યનો પ્રયોગ કર્યો ત્યારે મને ખરેખર લાગ્યું કે હું મારી જાત સાથે આવું બોલી હું અન્યાય જ કરી રહ્યો છું. અન્યાય એટલા માટે કે, આપણા કરેલ કર્મોની સીધે સીધી છટકબારી રૂપે આ વાક્યપ્રયોગ થઈ શકે છે.
જે કર્યું છે એ તમે કર્યું છે
જે નિર્ણયો લીધા એ તમે લીધા છે.
જે થશે એ પણ તમારા નિર્ણયોને લીધે જ થશે
તો કુદરત કેવી રીતે વચ્ચે આવ્યું?
ઘણા લોકો અત્યાચાર કરીને પશ્ચાતાપ હેતું માફી માંગવા જગ્યાએ પોતે પોતાના મનમાં જ આવું બોલીને ધારી લે છે કે ગમે ત્યાં કુદરતની જ પરવાનગી હશે. અને પોતે આ કર્મોથી છટકવાનો રસ્તો ગોતી લે છે.
બીજું એ કે જે પરિસ્થતિવશ મજબુર લોકો પર અત્યાચાર થાય છે તેઓને સામે પ્રહાર કે લડવાની જગ્યાએ આવું મનમાં બોલીને બેસી જાય છે.
હું માનું છું કે, સમયની રાહ જોવી યોગ્ય છે પણ આવુ બોલી મૌન ધારણ કરી લેવું એ સેજેય યોગ્ય મને નથી લાગતું.
જે ઈચ્છો છો તેના માટે એ લેવલ જેટલી મહેનત કરવી જ રહી. અને જે થયું છે તેની સંપૂર્ણપણે ચોકસાઈ રાખવી એ પણ આપણી જ જવાબદારી
થઈ.
કમલ