બે શહેરો વચ્ચે સ્પર્ધા નક્કી થઈ.
સ્પર્ધા: ઉત્પાદનની ક્ષમતા
ઉદ્દેશ: ઉત્પાદનની ક્ષમતા જાણી આયાત શૂન્ય અને નિકાસ વધારવી. ટૂંકમાં આયાત નિકાસના દરને શૂન્ય કરવો.
પરિણામ: સ્પર્ધામાં જરૂરી એવા ઉપકરણો દેશમાં કોઈ ઉત્પાદન નહોતું કરી રહ્યું એટલે તેના આયાત કરવા બાબતે મિટિંગ યોજાઈ. ધંધાકીય ફાયદો દેખાતા આયતનું ટેન્ડર ફૂટી ગયું અને જે શહેરો વચ્ચે આ સ્પર્ધા યોજાવવાની હતી એ શહેરો જ એ ઉપકરણોનાં સૌથી વધારે વપરાશકર્તા બન્યાં. આયાત નિકાસનો દર એ વર્ષે સૌથી વધારે રહ્યો પાછલાં દસ વર્ષનાં રેકોર્ડમાં.
પૂર્ણવિરામ
#કમલમ