પોસ્ટ્સ

ઑગસ્ટ 5, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વર્ક કલ્ચર અને આંતરરાષ્ટ્રીય છબી?

મિત્રો શું કહેવું છે તમારું એ બાબતે કે, ભારત ની આંતરરાષ્ટ્રીય સ્તરે છબી યોગ્ય રાખવાનું કાર્ય ફક્ત નેતાઓ, રમતવીરો અને ફિલ્મસ્ટારો પર જ નભે છે? નાં, નાં, નાં. બિલકુલ નહીં. મારા-તમારા જેવા સામાન્ય માણસો પણ દેશની છબીનો એક ભાગ છે એક યા બીજી રીતે. થયું એમ કે, અમેરિકાથી મને એક પ્રોજેક્ટ માટે ઈમેઈલ આવ્યો અને તે તેના મેનેજર સાથે મારી વાત થઇ. મારો રેફરન્સ એ લોકોને મારી જ ફિલ્ડનાં અને સિંગાપુરમાં રહેતા એક નામચીન વ્યક્તિ એ એમને આપ્યો હતો. એટલે બીજી બધી ફોર્માલીટી લગભગ કરવી ન પડે એટલે કામ સમજ્યા પછી સીધી પ્રોજેક્ટ કોસ્ટ એટલે કે મારી ફીસ બાબતે જ ચર્ચા કરવાની રહી. એમનું કામ સમજ્યા પછી મેં એમને જે તે કોસ્ટ સાથે ઈમેઈલ કર્યો અને મારી ફીસ એમને વધારે લાગી એટલે એમને મારી સાથે થોડું નેગોશિયેટ કરવાનો ટ્રાય કર્યો. મેં એમને ચોખ્ખું કહ્યું કે, બાંધછોડની કોઈ જગ્યા જ નથી. પરંતુ આપણે જોઈએ ફીસ બાબતે શું કરી શકીએ આગળ! ત્યાર બાદ એમનો મને સમજાવતો એક મેસેજ આવ્યો કે જેનાથી હું એમની સાથે ઓછી પ્રાઈઝમાં કામ કરવા રેડી થઇ જાઉં. એ મેસેજમાં એમણે આપણી ઔકાત બતાવી દીધી એવું કહીએ તો પણ ચાલે. એમણે લખ્યું કે, "કમલ, અ