પોસ્ટ્સ

ઑગસ્ટ 11, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જાતિવાદ નાબુદી તરફ પાયાનાં પ્રયાસો અને આઈડીયાઝ

જ્યાં સુધી કોઈપણ રાષ્ટ્રમાં જાતિવાદ કેન્દ્રમાં રહેશે ત્યાં સુધી રાજકીય પક્ષો પોતાના નીજી અને રાજનૈતિક ફાયદાઓ માટે જાતિવાદ જેવા ઝેરનો ઉપયોગ કરતાં જ રહેશે. જાતિવાદ જો ખરેખર વીંછીનાં ઝેરની જેમ એક જ વખતમાં રીઝલ્ટ આપતું હોત તો સારું હતું પરંતુ ભારતમાં જાતિવાદ ધીમાં ઝેરની જેમ પ્રસરે છે. એ રાષ્ટ્રને કોઈપણ ક્ષેત્રે ઉર્ધ્વગતી ગતિ અપાવે એના ચાન્સીસ લગભગ અશક્ય છે.  હાલના સમયમાં દરેક રાષ્ટ્રો એકબીજા પર અવલંબિત થવા માંગે છે. ગ્લોબલાઇઝેશનનો સુવર્ણ કાળ શરુ થઇ ચુક્યો છે. ચીન એક પછી એક પોતાની જ જનતાનો ઉપયોગ ઔદ્યોગિક ક્ષેત્રે કરીને ગ્લોબલ માર્કેટમાં ભારત જેવા પ્રગતિ તરફ જનાર રાષ્ટ્રોની રીતસર બેન્ડ વગાડી રહ્યું છે.  રાજનીતિમાં સીધો નિયમ છે. જનતાની દુખતી નસોમાં જે સૌથી વધારે પીડા આપે એને જ દબાવીને પોતાના રાજનૈતિક તખ્તા તૈયાર કરવામાં આવે છે. આપણા રાષ્ટ્રની અધોગતિ માટે આપણે દોષ હંમેશા આપણા જ નેતાઓ અને રાજકીય વ્યક્તિઓને આપીએ છીએ પરંતુ એક વાત સમજવી ખુબજ જરૂરી છે કે દરેક દ્રષ્ટિએ એમનો વાંક કાઢવો ઉચિત નથી. જેમ સિંહની સામે બકરી લાવીને મુકો તો સ્વાભાવિક છે સિંહને એ બકરી માટે હમદર્દી ઉભી તો નહીં થાય. એવી

બકો અને બકી

બકો : ચો ગઇ? બકી : ચો જવાની મું! બકો : અલી મગજમારી ના કરને...જલ્દી આય! બકી : હે મેલડી.... આ લોય લુહાણ કેમ થઈ જ્યા? બકો : આ મોદીજીનું ભાષણ સાંભળતા સાંભળતા પવન આયો ને બ્લેડ મય ધરી જઇ  :( બકી : અલ્યા તને હત્તર વાર ચૉળ્યું કે દાઢી કરતાં કરતાં ઝી ન્યૂઝ નઈ જોવાનું...! બકો : હોવ શિખામણ ના આલ, આ સાફ કર ને જોરદાર ભુખ લાગી સ પેલી 200 વાળી દાળ બનાય આજે.... બકી : ચમ દિવાળી સ ? રોટલા ખાવ રોટલા. :p - કમલ