પોસ્ટ્સ

ડિસેમ્બર 13, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પતિ-પત્ની વચ્ચે સબંધોમાં વધતા અંતરના કારણો

સ્ત્રી પુરુષ વચ્ચે સબંધોમાં વધતા અંતરના કારણો? શું ખરેખર મનોવૈજ્ઞાનિક કારણો હોઈ શકે? પુરુષને સ્ત્રીની કઈ વાત થી તકલીફ હોઈ શકે? તેના સ્વભાવથી? ના/કદાચ તેના મિજાજથી? ના/કદાચ તેના વર્તનથી? ના/કદાચ તેના મુડ સ્વીન્ગ્સથી? ના/કદાચ તો પછી શેનાથી? પુરુષને સ્ત્રીઓની એક જ આદતથી તકલીફ થાય છે. તેમની દલીલોથી. પુરુષોને દલીલોથી પણ તકલીફ નથી હોતી પણ દલીલમાં સ્ત્રી જે મુદ્દાને પ્રાથમિકતા આપતી હોય છે એ મુદ્દે સ્ત્રી સાચી જ હોય છે પણ જીવનના બીજા પ્રકરણમાં (વ્યવસાયિક) વ્યસ્ત રહેલ પુરુષ માટે એ મુદ્દો તેની પ્રાથમિકતામાં નથી હોતો. એટલે ટેકનીકલી સ્ત્રી સાચી છે અને પુરુષ પણ. જયારે હમસફરની પ્રાથમિકતા અલગ પડે ત્યારે વિચારોમાં ભેદ નજરે ચડે છે. એ ભેદ ધીમે ધીમે વકરે અને એક વિકરાળ સ્વરૂપ લે છે. અને છેલ્લે સ્ત્રીઓ માટે એ વકરેલી પરિસ્થતિ માનસિક તણાવ બની જાય છે. અને એ માનસિક તણાવમાં સ્ત્રીના મોઢેથી નીકળેલ તમામ શબ્દો પુરુષ માટે એટલા વેધક સાબિત થાય છે કે પુરુષની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઇ જાય છે. પુરુષ જયારે પોતે હાથમાં લીધેલી પ્રાથમિકતાઓ પર પુરુતુ ધ્યાન ન આપી શકે એટલે એ માનસિક તણાવમાં