ચકો મહામુસીબતે અને મહેનતે હુરટ(સુરત) જવા બોરીવલીથી ઇન્ટરસિટી પકડે છે. અનામતીય બેઠકો અને અનારક્ષિત બેઠકો પર પાસ વાળાઓ આરક્ષિત ઉમ્મેદવાર જેવું વર્તન કરી પોતાનું વર્ચસ્વ જમાવ્યાં બાદ વધેલી ચારથી પાંચ બેઠકો માટે ૩૬ જણની અપક્ષ ઉમ્મેદવારી ઉભેલી હોય અને ઘરેથી નીકળેલાં અને કમસેકમ ૧ કિલોમીટર જેટલું ભાગીને પકડેલી ટ્રેનમાં, કાળીયો ઠાકર સાથે જ હોય અને જ્યાં ઉભાં હોય ત્યાં જ બેસવાની જગ્યા મળે એટલે આ ભવનો જન્મારો એળે નથી ગયો એવું વિચારી ચકો બેસે અને ત્યાંજ એની બાજુમાં બકાની મુલાકાત થાય જે સતત બોરીવલીથી બોલવાનું ચાલુ કરે અને છેક ચાલુ રહે વાપી સુધી અને ચા પીતાં જ બોલવાનું બંધ કરે અને ચા પીધાં પછી બકો બોલે છે કે...
બકો: અરે! ક્યાંરનો હું જ બોલે જાઉં છું. તમેય કૈંક બોલો! શેનો ધંધો છે તમારે?
ચકો: બાટલાનો
બકો: ઓહ! શેનાં બાટલાનો? ઓક્સીજન, કે પછી બીજા...
ચકો બે મિનીટ સુધી ચુપ રહે છે.
બકો: અરે બોલોને...
ચકો: મગજનાં બાટલાનો...
બકો: hahaha શું મજાક કરો છો સાહેબ...
ચકો: નાં ખરેખર! આ મારો બાટલો ક્યારે ફાટી જાય એનું નક્કી નથી હોતું અને ક્યારેક તો દિવસમાં બે ત્રણ વાર ફાટી જાય એટલે થયું કે લાયને ધંધો જ ચાલુ કરું એટલે જરૂર પડે તો ક્યાંય ગોતવાતો નો જાવો...
આટલું બોલ્યાં બાદ ચકાને વાપીથી સુરત સુધીની શાંતિ થઇ ગઈ.
પૂર્ણવિરામ
#કમલમ