પ્રિય,
ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી
મહાનુભાવો તમે ક્યાં ખોવાઈ ગયા છો? અને ગુજરાતી મુવી ને એકલા મૂકીને ક્યાં ચાલી ગયા?
અહી તમારા સમયના મુવી મેકર્સ અને ટેકનીસીયનોની હાલ ખુબ જરૂર છે. હાલના સમયમાં પ્રયત્ન તો થઇ રહ્યા છે પણ મારો અણગમો હજુ એજ કક્ષા એ છે. તમારા સમયની વાર્તાઓ, પ્રદર્શનની કળા, અભિનયની ખોટ ખુબ વર્તાઈ રહી છે.
શું કહેવું છે મિત્રો તમારું?
તા.ક. (Edit 1)
ઘણા મિત્રો એ આ પોસ્ટ વાંચી એવાં રીએક્શન આપ્યા કે, ત્યારની ગુજરાતી ફિલ્મોમાં એવું તો કશુંજ ન હતું. બધું સ્ટીરિયોટાઇપ અને ચાવી ગયેલી સ્ટોરી અને એક જ કાઠીયાવાડી લહેકા. મારે એમને એજ કહેવું છે કે,
ગુજરાતમાં તમને કન્ટેન્ટ આપણી જ મોનોપોલીની ન મળે તો કોની મળે? બીજું એ કે મને ત્યારે જે કન્ટેન્ટ ઉપર ચલચિત્રો બનતા હતા તે મુદ્દે મને કોઈ ફરિયાદ નથી. મને તો જુના ગુજરાતી ફિલ્મોમાં જે ગમી ગયું એ હતું એમની ટેકનીક, ફિલ્મ પ્રદર્શનની અને સિનેમેટોગ્રાફીની આવડત.
એકવાત તો આપણે બધા એ માર્ક કરવી જ રહી, કે, એ સમયમાં જે લેવલ, સ્થાન હિન્દી ફિલ્મોનું એ સમયના દર્શકોનું એમના મસ્તિષ્કમાં હતું એજ સ્થાન ગુજરાતી મુવી માટે પણ હતું જ. ત્યારની ગુજરાતી મુવી કન્ટેન્ટ ભલે સ્ટીરિયોટાઇપ કે ઘસેલા હતા પણ લોકો મુવીઝ ને ગભીર લેતા. જેમ અમિતાભનું મુવી રીલીફ સિનેમામાં ૫૦ અઠવાડિયા ચાલે એમ એવાં દાખલાઓ પણ છે કે લોકો ઘણીખરી ગુજરાતી મુવીઝ ૫૦ અઠવાડિયા ચાલી છે એક જ થીયેટરમાં.
એ સમયની ગુજરાતી મુવીઝ બનાવનાર ડાયરેક્ટરો સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માનભેર ઓળખાતા હતા. હાલ એવું નથી રહ્યું.
હું એ સેન્સની વાત કરું છું જેમાં કિશોરકુમાર, લતા મંગેશકર, મનોજકુમાર, આશાપારેખ, શત્રુગ્નાસિન્હા, અમઝદ ખાન અને એવાં બીજા ઘણાય મહાનુભાવો માટે ગુજરાતી મુવીમાં કામ કરવું એટલું જ માનભર્યું હતું જેટલું એમનું હિન્દી મુવીઝ માટે કામ કરવું હતું.
રહી વાત કન્ટેન્ટની તો, ફક્ત લોકવાર્તાઓ પરની ફિલ્મોને મુકીએ તો એવી ઘણી બધી મુવીઝ છે જે સામન્ય વાર્તાઓ પર બની છે અને લોકોના માનસપટ પર દીવાર, ઝંઝીર, આનંદ અને એવી બીજી ઘણી સફળ હિન્દી ફિલ્મો જેવી જ ફિલ્મોનું અસર એમના માનસિકતા પર હતી.
સ્વ. સંજીવ કુમારની સૌથી સફળ અને લોકપ્રિય ફિલ્મો સૌપ્રથમ ગુજરાતીમાં રીલીઝ થઇ હતી અને પછી તેનું હિન્દીમાં રીમેક થયું હતું. અને ફક્ત ગુજરાતી જ નહીં તમામ પ્રાંતના લોકોને ગુજરાતી સમજવું એટલું જ જરૂરી હતું એ સમયમાં જેટલું હિન્દી. કારણકે, એ સમયે ઉપેન્દ્રભાઈ, સંજીવ કુમાર અને અન્ય સફળ અભિનેતાઓની ફિલ્મો એટલી ચોટદાર હોતી કે, તેઓ ગુજરાતી મુવી પણ જોવા જતા.
આજે હાલની તારીખમાં પણ, મેં મુંબઈમાં એવાં ઘણા મારાથી અને અન્ય પ્રાંતના લોકોને એટલા સ્પષ્ટ લહેકા સાથે ગુજરાતી બોલતા જોયા છે કે તમને તેઓ ગુજરાતી જ લાગે. અને કારણ પૂછો તો એ કે, આ બધું દેન છે તમારી ગુજરાતી ફિલ્મો.
Edit 2
Edit 2
ત્યારના સમયમાં અર્બન મુવી ના કલાકારો પણ ફિક્સ હતા......અને મોટે ભાગે એ અમદાવાદની જીવનવ્યવસ્થા પર વધારે બનતા.
હા, ગુજરાતી ગીત સંગીત વિભાગ ગુજરાતી મુવી ઇન્ડસ્ટ્રીનો મહત્વનો ભાગ ગણી શકાય. પરંતુ હવે થયું છે એ કે, ગુજરાતી મુવી અને ગીતો જોનાર સંભાળનાર વર્ગ એક અલગ જ વર્ગ છે. હવે તેની હાલના અર્બન ગુજરાતીઓને સંપૂર્ણ પસંદ પડે એ જરૂરી નથી.
છતાં હાલ એ થઇ શકે કે, ગુજરાતી મુવીને આગળ લઇ જવા એક એવી યુનીવર્સીટી ઉભી થવી જોઈએ જે ફક્ત ગુજરાતી મુવી માટે જ રિસર્ચ અને વાર્તાઓ બનાવે. અને તમામ ટેકનીશીયનો સપ્લાય કરે. તો કૈંક થઇ શકે.
એવું પણ નથી કે, સરકાર પ્રમોટ નથી કરતી. મણે માહિતી મળી છે કે, સરકારે ૧૦૦ એક જેટલી ગુજરાતી ફિલ્મો બનાવવાની જોગવાઈ ચુક્યા છે. અને ફાઈનાન્સ પણ એલોટ થઇ ગયું છે.
તો પછી....જે રૂપિયે સોનું અને લોખંડ બંને આવી શકે તો સોનું કેમ નહીં.
ગુજરાતી મુવીઝને ઉપર લઇ જવા માટે પ્રોપર પગલા લેવા જ રહ્યા....અથવા ગુજરાત યુનીવર્સીટીમાં એ ડીપાર્ટમેન્ટ ઓપન કરવો રહ્યો જે ગુજરાતી મુવી જ ને નેશનલ અને ઇન્ટરનેશનલ ઝોન પર લઇ જવા માટેના પ્રયત્નો ચાલુ કરવા જ રહ્યા
Kamal Bharakhda