પોસ્ટ્સ

જુલાઈ 3, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સામ, દામ, દંડ અને ભેદ

કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે.  જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર પ્રકારની નીતિનો ઉપયોગ કરે છે.  સામ, દામ, દંડ અને ભેદ.  સામ - એટલે વ્યવહારિક અને તમારી સાથે સ્પર્ધા કરી તમને પરાસ્ત કરવાની નીતિ  દામ - તમને કોઈપણ પ્રકારની લાલચ કે રિશવત આપી લલચાવી પરાસ્ત કરવાની નીતિ  દંડ - તમને શારીરિક હુમલો કરી પરાસ્ત કરવાની નીતિ  ભેદ - એટલે કે તમારા પર માનસિક હુમલો જેમાં દરેક વ્યક્તિ તમારી સાથે ઓળખાણ નો સબંધ તોડી દે છે. જે સૌથી પીડા દાયક હોય છે.  એટલે પહેલા સામ નીતિ નો પ્રયોગ થાય અને જો એ કામ ન લાગે તો દામ નીતિનો પ્રયોગ થાય અને જો એ કામ ન લાગે તો દંડ નીતિ નો અને જો એ પણ કામ ન લાગે એટલે અંતે ભેદ નીતિ નો પ્રયોગ કે જે સુશાંત સાથે થયો તેની જ ઇન્ડસ્ટ્રી ના લોકો દ્વારા બુદ્ધિમાન અને ચપળ વ્યક્તિ એ ચારેય નીતિના આગમનથી વાકેફ હોય છે. જે વ્યક્તિ એ ચારેય સહન કરવાની ક્ષમતા રાખે તે અજય હોય છે. #kamalam