પોસ્ટ્સ

જાન્યુઆરી 20, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શું ધર્મ ક્યારેય આદર્શ બની શકે? - સાહિર

છબી
ये पाप है क्या ये पुन्य है क्या रितो पर धर्म की महोरे है। हर युग में बदलते धर्मो को कैसे आदर्श बनाओगे। संसार से भागे फिरते हो भगवान को तुम क्या पाओगे। પ્રસ્તુત રચના છે સાહિર લુધિયાનવીની. એમણે ફિલ્મ ચિત્રલેખા માટે લખી હતી અને ગીતમાં લતા મંગેશકરજીનો સાદ છે. સાહિરજી ને કેટલો ગહન અનુભવ હશે સમાજવાદનો કે જેના દ્વારા એમની એ માનસિક વ્યથા આ શબ્દોમાં પરિણામી. આ રચનાથી સાહિર કહેવા માંગે છે કે, દરેક ધર્મ એ પોતોતાની રીતે રોજબરોજની રિતરીવાજના પાસાઓને પાપ અને પુણ્યમા વહેંચી નાખ્યા છે. સમય સાક્ષી છે કે, આ સમયાંતરે બદલતા ધર્મો ક્યારેય માનવતા લક્ષી હોતા નથી...અને જે તત્વનું પોતાનું જ ઠેકાણું ન હોય તો તેને આદર્શ કે કેન્દ્રમાં લઈને આપણી ઉધર્વગતી જ નિશ્ચિત છે. અંતે સમય કરાવે એ સત્ય. આખું ગીત એકવાર સાંભળશો. મને તો ફરી એકવાર સાહિરમય થવાનું મન થઇ ગયું. સાહિર ભલે આ સમયમાં નથી પણ એમના આ શબ્દો સાબિત કરી ગયા કે સત્યને સમયનું બંધન સેજ પણ નથી. ધર્મભાવ આપના જીવનમાં કેટલો હોવો જોઈએ અને ક્યાં સુધીનો જો એ જાણવું હોય તો ઉપરની આ કડી દ્વારા સાહિર સાહેબે ખૂબ સરસ કહી દીધું. કમલ