સુખ શાંતિ અને સંતોષ, આખરે શેમાં?

હલ્દીરામનું પેકેજ ફરસાણ ભારતમાં ઘણું વખણાય છે. એનું ૫ રૂ. નું સોલ્ટેડ સિંગનું પેકેટ ખરેખર સ્વાદિષ્ટ અને મજેદાર લાગ્યું.

થોડા સમયથી રોજ જ એ ૫ રૂ નું પેકેટ ખરીદી ને સિંગ નો સ્વાદ અચૂક લેતો હતો. હવે ૩ એક દિવસ પહેલા થયું કે લાવને મોટું પેકેટ જ લઈ લઉં.. એટલે રોજ લેવા જવાની માથાકૂટ નહીં....

મેં લીધું ૨૫૦ ગ્રામનું પેકેટ... અને હજી એ પેકેટ ખોલવાનું મન નથી થયું...

જીવનમાં પણ આવું જ હોય છે. સુખ શાંતિ અને સંતોષ કોઈપણ વસ્તુના નાના ભાગમાં જ હોય છે. એ મોટી થાય છે ત્યારે બધું હોય છે પણ એ ત્રણ તત્વો નથી હોતા.

- કમલ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો