બકો ને બકી 50 વર્ષના થયા. 25 વર્ષનું લગ્ન જીવન શાંતિથી પસાર કર્યુ અને ગયા વર્ષે જ એમણે એમની લાડલી દીકરી બેનકુડીનાં લગ્ન કરાવ્યા હતા.
કઈંક વેહવારની વાત નીકળી...
બકો: અરે તને ખબર છે બેનકી ના લગ્નનો ખર્ચ કેટલો આવ્યો?
બકી: ઇ તો તમારું કામ છે મારે શું?
બકો: તારી સાડીનો ભાવ તો ખબર જ હશે ને?
બકી: હવે ઉંમર થઈ ...બહુ યાદ નથી રહેતું... કેમ પૂછ્યું? 😅
બકો: અરે કાંઈ નહીં ... આ લિસ્ટ બનાવતો હતો અને જોયું તો તારા ભાઈ એ બેનકીને મામેરું 500 રૂપિયા જ કર્યું છે.. 😏
બકી: એ રેવા દેજો. એણે મામેરું 5001 અને બીજા અલગ. એમ ગણીને મલકનું કર્યું છે.. 😡
પૂર્ણવિરામ.
કમલ.