પોસ્ટ્સ

એપ્રિલ 18, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સ્પષ્ટ નીતિજ પરિણામકારક છે.

કોઈ પણ પ્રકારનાં મુદ્દાઓ પરની ચળવળો, એ પછી ભારતની આઝાદી બાબતે ગાંધીજીની અહિંસક નીતિઓથી ગૂંથાયેલી ચળવળ કે પછી અમેરિકા અને જાપાનનો એકબીજાને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન હિંસક જવાબ. ઉપર જણાવેલ બંને મુદ્દામાં લડનારનાં ખાતામાં સારું કે ખરાબ પણ મહત્વનું એ છે કે પરિણામ આવ્યું. બીજો મુદ્દો પણ ધ્યાનમાં લેવા જેવો છે કે એ ઘટનાઓની પાછળ એક સ્પષ્ટ નીતિ ને પકડી રાખી કાર્ય પાર પડ્યું હતું. એ પછી અમેરિકા અને જાપાને ભલે હિંસાનો સાથ લીધો અને ગાંધીજીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતાએ અહિંસક ચળવળનો. પરંતુ કાર્યપદ્ધતિ સંતુલિત અને સપષ્ટ નીતિથી છલોછલ ભરેલી હતી. અરવિંદકેજરીવાલએ પણ અન્નાજી સાથે મળીને અહિંસક ચળવળો કરી અને એક જ નીતિથી ચાલવું છે એ બાબતે કેજરીવાલ અને એમનાસાથીદારો સ્પષ્ટ હતા એટલે જ AAPનું સર્જન શક્ય બન્યું. પરંતુ આ વખતે પાટીદાર અનામત આંદોલન એ "મિશ્ર નીતિ" નો ભોગ બની રહ્યું છે. સવારમાં અહિંસક ચળવળ અને રાત્રે તોફાની પ્રવુત્તિઓ. આવી રીતે કોઈપણ સરકાર એમના પ્રશ્નોને ગંભીરતાથી લે એ બાબતો સ્પષ્ટ નથી. પોલીસ વિભાગ પોતાની નીતિઓથી સ્પષ્ટ છે. એમેણે જે સમયે જે કરવાનું છે એ એમેણે ગાંધીજીના સમયમાં પણ કર્યું હ