પોસ્ટ્સ

માર્ચ 29, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મેળ વગરનો હું

ઘણા એ કીધું કે લખવાનું કેમ મુક્યું? મેં કહ્યું વાંચનારનું ધ્યાન રાખું છું એટલે. વાંચનારની ગરિમા નું ખંડન મને શોભે નહીં પણ વાંચનાર જયારે કોઈની ગરિમાનું ખંડન કરે ત્યારે અરીસો બતાવે કોણ? અરીસો જોવે તો વાંચે કોણ? છટકવાના રસ્તા કરી આપું છું એટલે લખતો નથી. બળી રહ્યાં છે તેની આગ ઓલવવાનું પાપ માથે લેવું નથી અનુકુળ શબ્દો થી સાનુકુળતા જીવનમાં આવતી હોત કબીરની દુકાનો અને રહીમની બજારો હોત પાપીની કબુલાત જ ગંગા તરફનું પેલું પગલું છે ગંગા નું ઠંડુ પાણી શરીર ને ઉકાળે અને મનને બાળે છે મનની વરાળો રસ્તો ગોતે છે વરાળ જતાં-જતાં કલાકાર છોડતી જાય છે. આવા મેળ વગરનાં જ હોય છે વરાળના રસ્તાઓ રસ્તાઓ જ બનાવે છે કવિતાઓ અને પાપી બને છે ખસ્તા હું કોણ કેવા વાળો તું પાપી તું પ્રેમી પેલા તું છો કોણ એ તો જોઇલે દંભી - મેળ વગરનો