પોસ્ટ્સ

જુલાઈ 25, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દોઢડાહ્યો

દોઢડાહ્યા કોને કે'વાય એ જોઈએ. આજે હું જૂનાગઢથી બાંટવા ગામ માટે બસસ્ટેન્ડથી બસમાં બેસ્યો. ત્યાં મારી બાજુમાં એક બકો આવી ને બેઠો! 😶 એ બકા ને પણ બાંટવા જ જવું હતું. અમારી બસ માણાવદર પહોંચ્યા પહેલા, પાછળનાં કોઈ એક ટાયરમાં પંક્ચર થયું એટલે એ બકો બોલ્યો.. *બકો:* હે ભગવાન, આ પંક્ચર થયું સે ને... કોણ જાણે ક્યારેય પહોંચાડશે! નક્કી આ માણાવદર ઉભી રાખીને આખું પંક્ચર કરશે અને આપણાં ટાઇમની પથારી... *હું:*અરે એવું છે. કેટલી વાર લાગશે? *બકો:* કલાલ તો પાક્કી! *હું:*અરે યાર મારે ય મોડું થાય છે. *બકો:* આ પંક્ચર અત્યારે નો કરે તો હારું! બસમાં પાછળ બે ટાયર હોય સે...એકમાં પંક્ચર થાય એટલે બીજા ઉપર હાલે... એમ ગાડીને ઉભી નો રાખી દેવાય પંક્ચર હાટુ... ડ્રાઇવર નબળો પડે.. *હું:* અરે પણ એમ જોખમતો ખરું જ ને? *બકો:* કાંઈ નય...એ આખું ગામ એક ટાયર ઉપર હલાવતું અમને તો કાંઈ નથી થયું હજી... માણાવદર બસસ્ટેન્ડ આવ્યું એટલે બસનાં કન્ડક્ટર એ જાહેરાત કરી કે, *"જેને મોડું થાતું હોય એ નો ચડતાં.. પાછળ પોરબંદર વાળી આવે છે એમાં બેહી જાજો.. બાંટવા માં ગાડીનું પંક્ચર થાહે એટલે ટાઈમ લાગશે."* *એટલે બકો તરત જ બોલ