પોસ્ટ્સ

મે 18, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પ્રથાઓનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ

પ્રથાઓનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ એક વ્યક્તિ માટે અત્યારે રમજાન મહિનો ચાલે છે. બીજા માટે પરષોત્તમ મહિનો ચાલે છે. અને બધાં માટે ધગધગતી ગરમીથી ભરેલો મે મહિનો પણ ચાલે જ છે. આ ચાલુ મહિનામાં પડતી પુષ્કળ પ્રમાણમાં ગરમીને લીધે લોકોના રોજીંદા જીવનમાં કોઈ ખલેલ ન પહોંચે એટલે કદાચ આ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી થઈ હશે. આખો મહિનો ઉપવાસ કરીએ અને તેનાથી પડતી તકલીફો, ગરમી પડવાથી કઈંક વધારે જ હોઈ શકે. એટલે જ આ ઉપવાસની વ્યવસ્થા હજુયે કામ લાગે છે. હવે આ આખા સીનારીયોને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિ સાથે સમજીએ તો ખ્યાલ આવે કે, સદીઓથી ચાલતી આવતી આ પ્રથાઓ ખરેખર મનોવૈજ્ઞાનિક છે. પરિસ્થિતિ મુજબ અને ત્યારનાં સમયમાં મોજુદ શંસાધનો ને ધ્યાનમાં રાખીને રિતી રિવાજો બન્યાં હોવા જોઈએ. ઉપવાસ એક પ્રકારનો મનોવૈજ્ઞાનિક ભ્રમ ઉભો કરે છે. જે વાસ્તવિક પરિસ્થિતિનું કદ શૂન્ય કરી નાખે છે. અને ઉભી થયેલી કૃત્રિમ અવસ્થા પર વધારે ધ્યાન દોરવવા મજબૂર કરે છે. છે ને સ્માર્ટ મુવ. પણ જો ત્યારે ગરમીથી બચવાના શંસાધનો મોજુદ હોત તો કદાચ આ પ્રકારની વિધિઓમાં થોડા ફેરફાર થયા જ હોત. ગરમી તો ફક્ત એક પરિબળ છે. એવાં તો ઘણાય પરિબળો ને ધ્યાનમાં રાખીને રિવાજો બન્