માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો...
બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ શરમાઈ ગયો?
ચકો: હા, શરમાઈ ગયો.. પણ મને મારી જાત ઉપર શરમ આવી.
બકો: લે.....કેમ?
ચકો: એ એટલા માટે કે, હું આજે જ મારી જાત પર અમુક કારણોસર ગૌરવ લઈ રહ્યો હતો...પણ આ મજબુર સ્ત્રીને જોઈને મારું ગર્વ ભાંગી પડ્યું. આપણા સમાજનું સામર્થ્ય હોવા છતાં પણ આ સ્ત્રીઓએ હજું સુધી પોતાનું પેટ ભરવા પોતાની ઈચ્છા વિરુદ્ધ કાર્યો કરવાં પડે છે.
બકો: પણ ચકા, આ તો પ્રાચીન કાળથી ચાલતો આવતો વ્યવસાય છે. આમાં તું કે હું કંઈજ નથી કરી શકવાના, નહીં આપણો સમાજ.
ચકો: લે...ટણપા... પ્રાચીન કાળથી શૌચાલય તો આપણે બહાર જ જતા હતાં તો હવે કેમ બંધ બારણાંની અંદર જઈએ છીએ? છે કોઈ કારણ?
બસ આ સંવાદથી મારો કહેવાનો મર્મ એજ હતો કે, આપણે ભલે દેહવ્યાપાર જેવા દુષણમાં ભટકેલાં ન હોઈએ..પણ જે સ્ત્રીઓ મજબુરીથી આ દુષણમાં જકડાઈ ચુકી છે એમના માટે આપણા સમાજે અને આપણે વ્યક્તિગત ધોરણે એવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ જેથી આવનાર ભવિષ્યમાં કોઈપણ સ્ત્રીએ કોઈપણ કારણોસર આ દુષણમાં ન આવવું પડે.
હ્યુમન ટ્રાફિકિંગ એટલે મજબુર સ્ત્રીઓને બળજબરીથી અને લાલચ આપી દેહવ્યાપારના ધંધામાં ધકેલતી ગંદી વ્યવસ્થા. (હ્યુમન ટ્રાફિકિંગ જોકે ઘણો વિશાળ મુદ્દો છે અને દેહવ્યાપાર માટે ધકેલાતી સ્ત્રીઓ જેવો મુદ્દો તેનો એક વિભાગ જ ગણવો!)
વૈશ્વિક ધોરણે આ દુષણને કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે પણ ક્યાંકને ક્યાંક દેહવ્યાપાર સમાજનો ગંદો પણ અવિભાજ્ય અંગ સાબિત થઈ ચૂક્યું છે. હવે પછી આપણો ઉદ્દેશ અને આપણી ફરજ આવા જ અવિભાજ્ય અંગોને વિભાજય બનાવી સમાજમાંથી દૂર કરવાનું છે.
કોઈ આપણું આ દુષણમાં નથી એટલે કદાચ આપણા માટે આ દુષણ અને ચર્ચા એક ઔપચારિક બની રહે પણ......
તા.ક.
મારી આ મુદ્દા ને લઈને જે સમસ્યા છે તેમાં દેહવ્યાપાર મારી પ્રાથમિકતામાં નથી પરંતુ એ સ્ત્રીઓ જરૂર છે જે આ વ્યવસાયમાં બળજબરી / લાલચ / મજબૂરી હેઠળ આવવું પડ્યું છે.
આખરે ચોઈસ સ્ત્રીની જ હોવી જોઈએ. જો એમને જ કોઈ પ્રોબ્લેમ ન હોય તો ધરારના ક્રાંતિકારી બનવાનો કોઈને શોખ ન હોવો જોઈએ.
...પરંતુ....મેં ક્યારેય સર્વે નથી કર્યો પણ લગભગ 50 % ઉપરની સ્ત્રીઓ આ વ્યવસાય નીચે આપેલ કારણોસર કરવો પડતો હશે.
સમાજમાં છાપ પડી ગયાં પછી પોતાને ભદ્ર ગણતાં લોકો એમને ફરી પાછા ભળવાનો અવકાશ આપતા નથી.
તેઓ સરકાર પાસે કોઈ અપેક્ષાઓ રાખી શકે તેમ નથી. કારણકે ભારતમાં આ વ્યવસાય બિનકાયદેસર છે. એટલે સરકાર વગર કોઈ જંજટે આ મુદ્દાથી આઘી જ રહે છે.
કાયદેસર કરવાથી ધંધા ને વેગ મળે એ વિચારવું મને જરા અતિશયોક્તિ ભર્યું લગે છે. કાયદેસર કરવા જતાં આ ધંધામાં કામ ન કરવા ઇચ્છતી સ્ત્રીઓને રાષ્ટ્રીય ફાયદાઓ આપવાનુ કાર્ય અને જવાબદારી સરકાર પર આવી શકે છે. જેનાથી પીડિત સ્ત્રી પોતાનો હક માંગી શકે છે.
બીજું ઘણું લખી શકાય પરંતુ....હાલ આજ મુદ્દાઓ ઘર કરીને બેઠા છે.
જય હિન્દ.
કમલ ભરખડા.
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો
-
ગુજરાતનું ગૌરવ, વ્યક્તિશ્રેષ્ઠ શ્રી શાહબુદ્ધિન રાઠોડ સાહેબ હવે ગર્વથી કહેશે કે, "આયા થી કોઈ એ જાન કાઢવી નહીં...આ રોડ આપડો છે અન...
-
તમે આ ક્યારેકતો આ કહેવત સાંભળી જ હશે કે, “ દીવા તળે અંધારું “. એજ રીતે શિક્ષણ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ આપણા સમાજમાં દેખાતી ...
-
માર્કેટનાં ખૂણા ઉપર દેહવ્યાપાર માટે ઉભી રહેલી સ્ત્રીને જોઈને 'ચકો' માથું ઝુકાવી ચાલવા માંડ્યો... બકો: (મંદ મંદ હસીને) કેમ લ્યા કેમ ...
-
કોઈપણ વ્યક્તિ ને આ ચાર પ્રકારની તકલીફનો સામનો કરવો પડે છે. જયારે કોઈ વ્યક્તિ તમને પોતાનો વિરોધી માનતો હોય ત્યારે એ વ્યક્તિ તમારી સાથે આ ચાર...
-
સમજોતા એક્સપ્રેસ એટલે ફક્ત ટ્રેન જ નથી ઉપરાંત તે બે પાડોશી દેશો વચ્ચેનાં ભાવનાત્મક જોડાણની અનુભૂત પણ છે. એક ટી.વી. શો પ્રોગ્રામમાં ભારત અન...
-
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે...
-
પ્રિય, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, પી. ખરસાણી, અસરાની, કિરણ કુમાર, સ્નેહલતા, અરુણા ઈરાની, રીટા ભાદુરી મહાનુભ...
-
મા ફ કરજો, મેં શીર્ષક દ્રારા કટાક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે. ભારત દેશ મહાન હતો, પણ અત્યારે નથી. કારણ? યે દેશ થા વીર જવા...
-
દુધાળા પશુઓ અને ભારત - કમલ ભરખડા ગાય ભેંસ બકરી આ બધા પાલતું દુધાળા પશુઓ છે પણ છતાય "ગાય", આ શબ્દ હિંદુઓ માટે અથવા દરેક ભારતીયો ...
-
હિન્દુત્વ (સનાતન ધર્મ) પહેલા ધર્મ નહીં હોય પણ કદાચ એ એક ડોમેઈન લેસ મીકેનીઝમ/સિસ્ટમ(તંત્ર) હશે. ( મતલબ કે, તમામ વિચારસરણીનો સમન...