જો આવા મિત્ર ન હોય તો..

જિંદગી હોય તોય શું ને ન હોય તોય શું?

મિત્રની મરજી હોય તોય શું ને ન હોય તોય શું

જાટકી ને નાં પાડવાની પરવાનગી લેવી પડે તો મિત્ર શું...

મારા મહોલ્લામાં મિત્રની બેઠક બદલી જાય તો મિત્ર શું...

પોળનાં ખાંચામાં મલકાતી હરણી સુધી વાત ન પહોંચાડી તો મિત્ર શું

કાલે આપી દઈશ કહીને આજે હિસાબ પૂરો કરે તો મિત્ર શું...

વાતોનાં વડાં કરી ભવિષ્યની ચિંતા ન કરી તો મિત્ર શું...

હું તો નક્કામો છું અને મારા વગર એ કામનો શું...

પાતળી સંધ્યામાં ટેરેસ પર બેસી ગીતો ન ગાયાં તો મિત્ર શું...

આ જીવનની ધારમાં આ બાજુ લટક્યો છું ને મને પકડી ન રાખે તો મિત્ર શું...

જો આવા મિત્ર ન હોય તો..જિંદગી હોય તોય શું ને ન હોય તોય શું?

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો