પોસ્ટ્સ

જૂન, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Vasudhaiv Kutumbakam, is it possible now?

In last few centuries, i have noticed (history) huge women exploitation in vasudhaiv kutumbakam ideology. And people didn't care about it either. It becomes like that till modern era rang the bell. But there's one more truth... Once the women exploitation begins sloweddown in the modern era, we faced reductions in the joint family ideology either. Why? I think here we have silent opportunity to implement modern lifestyles into the traditional one with some modern fabrication. But how? Is that even possible? Or there's no solution exists without exploiting women's rights? #Kamalam

ભારતની બ્રાન્ડ vs વિદેશી બ્રાન્ડ

મેં A.C. નાં રિમોટ માટે ત્રણ વર્ષ પહેલાં Duracell કમ્પનીનાં સેલ લીધાં હતાં. તેની પહેલાં લોકલ બ્રાન્ડનાં સેલ દર 3થી 4 મહીનમાં બદલવા જ પડતા. હવે હું જો ફરીથી Duracell બેટરી ખરીદ્યું તો હું ખોટું કરી રહ્યો છું? શું આપણી લોકલ બ્રાન્ડમાં ક્ષમતા છે ખરી એ એ બ્રાંડને ટક્કર આપવાની? માની લઈએ કે લોકલ માર્કેટની ડિમાન્ડ જ સસ્તું માંગે છે. હા તો એ બનાવો ને. કોણ ના પાડે છે. પણ શું એ નફા માંથી તમે એકદમ સીમિત પણ ખૂબ જરૂરી એવી ટક્કર આપે એવી પ્રોડક્ટ બનાવવા તરફ વિચાર્યું ખરાં? પૂર્ણવિરામ #કમલમ

વેસ્ટર્ન ફિલ્મોમાં ભારત

મેં એક વસ્તુ માર્ક કરી કે જ્યારે કોઈ વેસ્ટર્ન ફિલ્મ મેકર ભારતને કેન્દ્રમાં રાખી ને ફિલ્મ બનાવે છે ત્યારે તે બે જ ક્લાસનાં લોકો ને બતાવે છે. 1. અત્યંત ગરીબ અથવા લોવર મિડલ કલાસ 2. અત્યંત અમીર અથવા અપર મિડલ કલાસ સાચું ભારત એ છે જે દુનિયાની મોટી મોટી કમ્પનીઓને ચલાવી રહ્યાં છે. એ છે રિયલ મિડલ કલાસ ભારતીય. જે ખરેખર સાચું ભારત છે અને સૌથી મોટું ભારત છે. મિડલ કલાસનું માપદંડ દેશની આર્થિક સ્થિતિની એવરેજમાં ન બેસે પણ જેતે ક્ષેત્રની આવકનાં માપદંડ સાથે મેળ હોવો જોઈએ. આજે ગુજરાતનું અંતરિયાળ ગામડું કે જ્યાં માથાદીઠ આવક દિવસની એવરેજ 200 રૂપિયા હોય ત્યાં 200 રૂપિયા કમાવનાર મિડલકલાસ વર્ગ કહેવાય અને મુંબઇ કે જ્યાં 500 રૂપિયા મિનિમમ આવક હોય ત્યારે મિડલકલાસના ગણીત ત્યાં બદલાય છે. #કમલમ

Why brilliant people are good in research?

Why most brilliant people are very good in research? Because to research, the one has to observe something and Observation is the only ability or a skill that keeps their over-active brain quite a busy from getting messed-up because of routine fantasized-negative thoughts. :P estimated from my observation. ;) lol #kamalam

આપણે કેટલા સુસંગત છીએ સમાજમાં?

છબી
આજે સાંજે સૂપ પીધું અને એજ ખાલી વાટકામાં સુપની ચમચી મૂકી.  જેવો ઉભો થઈને રસોડામાં મુકવા ગયો ત્યાં ખબર પડી કે, બે કલાક પહેલા પીધેલ કોફીનો કપ પણ ત્યાં જ હતો. એટલે પછી એ કપને મેં જલ્દી-જલ્દીમાં વાટકામાં મૂકી દીધો. પણ મને લાગ્યું કે વાટકામાં ચમચીનાં લીધે કપ બરાબર સમાયો નહતો એટલે કપ સેજ જુલતો જ હતો. બીજાં હાથમાં મોબાઈલ હતો પણ એને સાઈડમાં મુકવાની બુદ્ધિ ન ચાલી. એટલે ઉભાં થતી વખતે હલક-ડોલક થવાથી  જો બેલેન્સ ન રહે અને કપ નીચે ન પડે એટલા માટે મેં હળવેકથી વાટકા અને કપની વચ્ચેની ચમચી લઇ લીધી.  પણ જેવી ચમચી લેધી ત્યાં ખબર પડી કે મારી ગણતરી ખોટી હતી. કપ અનસ્ટેબલ એટલે ન હતો કે વાટકામાં ચમચી પડી હતી એટલે કપ બરાબર વાટકામાં સેટ ન થયો પણ કપનું પોતાનું જ પકડવાનું નાળચું વિલન હતો. બિચારી ચમચી ખોટે ખોટી નજરે ચડી. આવું થાય છે. આપણ ને લાગે કે સમાજમાં અને સીસ્ટમમાં બદલાવ જરૂરી છે. પણ આપણે આપણું નાળચું તો જોતા જ નથી કે આપણે કેટલા સુસંગત છીએ સમાજમાં.  પૂર્ણવિરામ #કમલમ

વાસ્તવિક સોસિયલ માનસિકતા

થોડા દિવસ પહેલાં એક ગુજરાતી વ્યક્તિને ગુજરાતીમાં મિમ બનાવવાનું ઘેલું લાગ્યું. એણે બનાવ્યું પણ ખરાં. કમ્યુનિટી વધવા લાગી અને શરૂઆતમાં અમુક જાણકાર ગ્રુપનાં મિત્રો જ મિમ બનાવતાં. એ જોતાં ધીરે ધીરે દરેક જોડાયેલ વ્યક્તિ મિમ બનાવવા તરફ હાલી નીકળ્યાં. અને લોકો દ્વારા બનેલા ગુજરાતી મિમ પાછાં જેવા-તેવાં પણ નહીં..ધીરે ધીરે એ મિમ ગ્રુપ વધવા લાગ્યું અને તેમાંથી એક ગ્રુપ સ્પેસિફિક વિચારધારા વાળું જુદું પડ્યું અને નવું ગ્રુપ બનાવ્યું. લ્યો કરો વાત. હવે હાલની તારીખમાં નાનાં-નાનાં ઘણાંય ગુજરાતી મિમ ગ્રુપ તૈયાર થઇ ગયાં છે. જોકે આ તો ભારતીય તરીકે આપણે સામાન્ય તરીકે લેવાય એવી ઘટનાં છે. એકની દુકાન કે પ્રોડક્ટ ચાલે એટલે પછી દરેક નિર્ભર પ્રાણીની જેમ એ કન્સેપ્ત પર ઝપટી જ પડવાનું. એ પછી સામાન્ય વેપારીથી લઈને મુકેશભાઈ સુધીની વાત છે. ઈન્ટરનેટનું ઘેલું વોડાફોન, એરટેલ અને અન્ય કમ્પનીઓએ લગાડ્યું અને પછી તેના બનેલા પ્લેટફોર્મ પર સૌથી વધારે પ્રોફાઈલ સાથે પ્રોડક્ટ લોન્ચ કરી પોતે રાજા બની ગયા. ઠીક છે એ શક્ય છે. કારણકે એક સામાન્ય ભારતીયમાં ઇનોવેશન કરી માર્કેટ ડેવલોપ કરવાની હેસિયત નથી તેના કારણો સોસિયો-ઇકોનોમિકલ છે.