પોસ્ટ્સ

નવેમ્બર 3, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સમાજ, સ્ત્રી અને નિર્ણયશક્તિ

આજે સવારે , મારી બા(મમ્મી) સાથે બેઠો હતો અને વાત-વાતમાં અમારી ચર્ચા સ્ત્રીઓનાં સામાજિક હક ઉપર આવી પહોંચી. આજથી 50 વર્ષ પહેલાં પણ સૌરાષ્ટ્ર નાં કુટુંબમાં સ્ત્રીઓએ આપેલાં વચનો અને ન્યાયનિર્ણય જે રીતે કદર થતી હતી , તેના તપતા સૂરજ જેવો દાખલો મારી બા એ મને સંભળાવ્યો. ગર્વ લેવા જેવી જ વાત હતી. મારી બા પ્રોપર સાવરકુંડલાના છે , અને વાત જયાં સ્ત્રીઓની સમાજમાં કદર ઉપર ગઇ ત્યાં જ એમણે ધડ દઈને પોતાની નજર સામે બનેલો દાખલો મને જણાવ્યો. એ સમય હતો.. કાઠી દરબારી પ્રજાનો. જેને લીધે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના એ ભાગને “કાઠિયાવાડ” એવું નામ મળ્યું. દરબારી જાત એટલે એ સમયમાં , જેવું નામ , એવું જ કામ. વાત વાતમાં બાપુઓને ખમૈયા કરવાં પડે! અને નરી વાસ્તવિકતા પણ એજ હતી કે , પોતાનાં જોર અને સામાજિક મોભાને લીધે કોઈના થી પણ એમને કાંઇ કહી જ ન શકાય! એ જે કહે એ જ મુજબ ચાલવું રહ્યું.  પરંતુ એવું કહેવાતું કે , તેઓ વચનનાં પાક્કા! એ સમયે અમુક કાઠી દરબારો એ પ્રોપર સાવરકુંડલામાં વસવાટ કરવો પડ્યો અને જેનું ઘર વિશાળ હોય ત્યાં ભાડે અથવા સાથે રહેવાની ભલામણો મોકલાવાતી , અને જેને ત્યાં ભલામણો મોકલાવાય એ પછી જે પ