પોસ્ટ્સ

ઑક્ટોબર 7, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચમત્કાર એટલે આંતરિક શક્તિઓ કે પછી ધતિંગ?

થોડી જૂની થઈ ગયેલી વાતને ફરી લાવવાનો પ્રયાસ કરૂ છું. જોકે મારી આ પોસ્ટ પહેલા એક કમેન્ટ જ હતી પણ રાજુજી એ મને સ્વતંત્ર પોસ્ટનો વિષય કહ્યો એટલે આ પોસ્ટ તૈયાર કરીને અહિં મુકું છું. મધર ટેરેસાને સંતનુ બિરુદ જે સ્ટેન્ડ પર મળ્યું એ બાબતે અડ્ડામાં ઘણી ચર્ચા થઇ અને છેલ્લે સામે આવ્યું કે, "ચમત્કાર" એ ફક્ત આડંબર અથવા લોકોને મૂરખ બનાવનાર ધતિંગ જેવું છે. બની શકે લોકો આડંબરને જોઇને જ સમજી જતા હશે પરંતુ તે વિષયમાં દરેક વિદ્યા આડંબર નથી હોતી. વ્યક્તિની દાનત ધતિંગ કરવાની હોય શકે પણ વિદ્યા પોતે ધતિંગ તો ન જ હોય! જે પણ ધાર્મિક સમુદાયે મધર ટેરેસાને સંતનું બિરુદ આપ્યું તેઓનું એવું માનવું હશે કે, પોતાની આંતરિકશક્તિઓનાં બળે જે વ્યક્તિ "માણસાઈ "માટે અસામાન્ય કાર્યો કરી શકે એ ખરેખર પૂજનીય અને વંદનીય ''અસામાન્ય'' વ્યક્તિ જ હોઇ શકે જેને તેઓ સંત તરીકે ગણે છે. આપણી માન્યતાઓ અને એમની માન્યતાઓ સંત શબ્દનાં બંધારણે સરખી જ હોય એ માની લેવું પણ એક માન્યતા જ છે. આપણી માન્યતાઓ મુજબ, ભારતમાં સંત એટલે ફક્ત આધ્યાત્મ અને ધર્મ, જોકે એ સત્ય પણ છે કારણ કે, સદીઓ પહેલા આપણાં સંતો એ વિજ્ઞાનને સ