પોસ્ટ્સ

જૂન 28, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ડિપ્રેશન

કોઈપણ ઘટના જયારે તમારી સાથે પ્રથમ વખત ઘટે અને એ જો તમને અસ્તવ્યસ્ત કરી નાખે તો નક્કી તમે મુશ્કેલીમાં મુકાયા એવું કહી શકાય. જે ખરેખર નોર્મલ છે કોઈપણ વ્યક્તિ માટે. કોઈપણ ઘટના કુદરતી રીતે એક જ વખત તમને હેરાન કરે છે. બીજી વખત તમારું મગજ જાણતું હોય છે કે આ ઘટના શેના લીધે ઉદ્યભવી! હવે વ્યક્તિ લાલચ વશ કે જરૂરિયાત વશ જો કૃત્રિમ રીતે એ જ ઘટના ફરીથી ઉભી કરવા તરફ વળે ત્યારે ઘટના બને અને તેના પરિણામો નજર સામે આવે એ પહેલાની દરેક ક્ષણો ડિપ્રેશન કહી શકાય છે. મૂળમાં, ડિપ્રેશન એ આપણી પેદાશ છે, એ આપણા મગજની ઉપજ નથી કે નથી કુદરત દ્વારા અપાયેલી. #Kamalam