પોસ્ટ્સ

એપ્રિલ 23, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભારતીયોની “કિંગ કેન ડુ નો રોંગ” જેવી માનસિકતા

ભવેન કચ્છી “વિવિધા” ટાઇટલ સાથે અર્ધ-સાપ્તાહિક પૂર્તિ શતદલમાં ઓપનિંગ બૅટિંગ કરે છે. આ સપ્તાહમાં રિલીઝ થયેલા શતદલમાં એમણે એક ખૂબજ ચોટદાર વાત વખોડી હતી જેમાં ભારતીયોની “કિંગ કેન ડું નો રોંગ” જેવી માનસિકતા અંગેના વિચારો રજુ કર્યા છે. એમનું કહેવું છે કે , “ તંત્ર , નેતાઓ અને અધિકારીઓ જ નહીં પણ ખાનગી સંસ્થાના હોદ્દેદારોમાં એવી તુમાખી આવી ગઈ કે તેઓ ગમે તેવી લાપરવાહી બતાવે , દેશને લુંટે કે નિષ્ફળ જાય તો પણ તેઓની ટીકા કરવાની જ નહીં. પણ હવે સામાજિક સ્તરે એક એક વ્યક્તિ , એક એક ટીનએજ , યુવાન-યુવતી , પતિ-પત્ની , મમ્મી-પપ્પા , ઇવન સેલીબ્રીટીમાં એ હદે સ્વકેન્દ્રી ઘમંડ આવી ગયું છે કે તમને તેઓને સદભાવનાથી ના તો કોઈ સલાહ આપી શકો કે ખોટું કરતુ હોય તો બતાવી શકો. અબોલા , રીસામણા , આત્મહત્યાની વધતીજતી ઘટનાઓ પાછળ સાવ કાચ જેવી બની ગયેલી સહનશક્તિ છે. “ આવી માનસિકતા તો ભારતમાં પહેલેથી હતી પણ રિપોર્ટ અત્યારે કેમ મળે છે ? આવી વરાળ અત્યારે નીકળે તેનાં કારણો છે કે , પોતાનાં કમ્ફર્ટ ઝોન માટે બિનજરૂરી ધોરણે ઉપયોગથી આવી માનસિકતા અત્યારે વધારે પકડ જમાવી રહ્યું છે. ભવેનજી એ ફક્ત ચિત્ર રજુ કર્યું. પરંતુ આવી મા