પોસ્ટ્સ

ફેબ્રુઆરી 12, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગ से ગુજરાતી और વ से વાંચક નહીં પણ વાતોડિયા

છબી
હા, સાચી વાત છે...આ આપણા ગુજરાતીઓને વાંચન સાથે કૈંક અલગ જ પ્રકારનો અણબનાવ છે. મોટાભાગના ગુજરાતીઓએ એમના સંપૂર્ણ જીવનમાં બુધવારની પૂર્તિ અને ગુજરાત સમાચારથી વધુ કૈંજ નહીં વાંચ્યું હોય! અને જેઓ કઇંક વાંચે છે તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વાંચે છે અથવા ગ્લેમર (દેખાડા) માટે ;) આખરે હાથમાં બુક હોવી પણ સદીઓથી જ્ઞાની દેખાવવાનું પ્રતિક ગણવામાં આવે છે. ;) ઠીક છે અમુક ગુજરાતીઓને તો એ વાતથી પણ કોઈ ફરક નથી પડતો પણ આપણા ગુજરાતીઓ એટલા વાતોડિયા એટલા વાતોડિયા કે ૩૦ એક મીનીટની ઓટલા-પંચાતમાં બુકર કે પુલિત્ઝર પ્રાઈઝ માટે નોમીનેટ થયેલા લેખક/લેખિકાની બુકનો ફાફડા કે ભજીયાં ખાતાખાતા સંપૂર્ણ રીવ્યુ આપી દે! અને અમુકતો, સાઉથની મુવીમાં ફીઝીક્સના નિયમોની ઐસીતૈસી જેવાં એક્શન સિક્વન્સ જોઇને સીટી મારવાવાળા પાછા એજ પપૈયાના છીણ, મરચાં અને લાલ-લીલી ચટણી સાથે ગરમાગરમ ભજીયાનું બટકું તોડીને પુસ્તકના અતિ-ગંભીર મુદ્દા પર પોતાનો “સ્વતંત્ર” અભિપ્રાય આપે પાછાં. ભાઈ ભાઈ. :p (ગુજરાતી છું એટલે ભજીયા સાથે મને શું પ્રિય છે એ લખવું તો વ્યાજબી જ છે) ગુજરાતી મિત્રો મળે ત્યારે કાંઈપણ બોલવું જરૂરી છે શું બોલવું એ જરાય મહત્વનું