6 Stage to Launch new Product

કોઈપણ નવાં પ્રોડક્ટ કે સર્વિસસ ને આપણાં મગજમાં આવેલાં આઈડ્યાથી લઇ તેના વેચાણ સુધીની પ્રક્રિયાઓને આ છ સ્ટેજમાં વહેંચી શકાય છે.
 
1. Conceptualization 
(Need Designers & Subject Matter Experts & Researchers)

2. Materialization 
(Need Developers & Tools)

3. Testing 
(Need Quality Analyst & Testing Experts & Tools)

4. Communication 
(Marketing + Sales)

5. Delivery 
(Logistic or Digital Platform & Security)

6. After Sales Service 
(Bunch of People with Customer Care Facility)

1. Conceptualization એટલે મૂળ મગજમાં અથવા કાગળ પર ઉતારેલી પ્રોડક્ટ કે સર્વિસની તમામ માહિતી. કાગળ પર ઉતારેલી માહિતી એટલી પ્રબળ હોવી જોઈએ કે તેને ઉભી કરવામાં સહેજ પણ સંકોચ ન થાય.

2. Materialization એટલે કે, કાગળ પર ચીતરેલા આઈડ્યાઝનું ડેવલોપમેન્ટ અથવા આત્મા ને શરીર આપવાનું કાર્ય.

3. Testing આ સ્ટેજ પર તમારો આઈડ્યા હવે ફક્ત પેપર પર જ નથી પણ તે ભૌતિક રીતે તમારી સાથે ઉપલબ્ધ છે. હવે સમય છે તેને ટેસ્ટ કરવાનો. એના પર એ તમામ પ્રકારનું ટેસ્ટિંગ થવું જરૂરી છે અને ત્યાં સુધી થવું જરૂરી છે જ્યાં સુધી એ ખરાબ ન થાય અથવા તેની લિમિટ ખ્યાલ ન આવે.

4. Communication એટલે કે, તમારા ટેસ્ટ કરાયેલ પ્રોડક્ટ ખરેખર માર્કેટની કઈ સમસ્યાઓનાં સમાધાન માટે તૈયાર કરાઈ છે તેની વિશેષ જાહેરાત. જે પણ તમારા ટાર્ગેટ ગ્રાહકો છો તેના સુધી આ વાત પહોંચાડવાનું કાર્ય. પ્રોડક્ટ હાલની કઈ સમસ્યા આસાની થી દૂર કરી શકે છે અને પ્રોડક્ટમાં રોકાણ કરવાથી ભવિષ્યમાં ગ્રાહકનું કેટલું ભંડોળ બચી શકે છે. (જેને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ પણ કહી શકાય) આટલી વાતો ગ્રાહક સુધી પહોંચવી જરૂરી થઇ પડે છે. જો આ સ્ટેજમાં કોઈ ઉણપ રહી જાય છે તો તેનો પ્રભાવ સીધો વહેંચાણ પર પડે છે.

5. Delivery. Communication એટલે કે માર્કેટિંગ બરાબર થયા બાદ સેલ્સ એટલે કે, વેચાણ થવાની શક્યતાઓ વધી જાય છે. પરંતુ જો આ સ્ટેજ પર આપણી પાસે પ્રોડક્ટને ગ્રાહક સુધી પહોંચાડવાની વ્યવસ્થા જો બંને પક્ષ એટલે કે, લેનાર અથવા વહેંચનારને જોખમી રૂપ હોય તો તેનું નિરાકરણ આ સ્ટેજમાં થઇ શકે છે. એટલે કે, પ્રોડક્ટ ને ગ્રાહક સુઘી પહોંચાડવામાં ન તો ગ્રાહકનું નુકશાન થવું જોઈએ ન તો કમ્પનીનું કે જે એ પ્રોડક્ટ વહેંચી રહી છે. આ ખુબ જ મહત્વનું સ્ટેજ બની જાય છે. અહીંયા જ લગભગ 70% જેટલાં નવાં એટલે કે મોડર્ન બિઝનેસ મોડલો તૂટી જાય છે. તેમનો પ્રોડક્ટ કારગર હોય છે અને સમસ્યાને બહુ જ સારી રીતે સમાધાન આપતો હોય છે પરંતુ આ સ્ટેજ પર રાખવામાં આવેલ કોઈપણ બેદરકારી તમામ માળખા ને નુકશાની આપે છે.

6. After Sales Service એટલે કે અંતે પ્રોડક્ટનું ડિસ્ટ્રીબ્યુશન જો બરાબર થયું હોય તો ત્યાં થી જ કમ્પનીની જવાબદારી પૂર્ણ નથી થતી. હવે શરૂ થાય છે કમ્પની અને પ્રોડ્કટની શાખ/રેપ્યુટેશન વધારવાનું કાર્ય, જેને વહેચાણ પછીની કસ્ટમર કેર સર્વિસ તરીકે આપણે ઓળખીએ છીએ.

જે પ્રોડક્ટ આ છ સ્ટેજમાંથી આરામથી પાસ થઇ જાય છે અને છતાં કમ્પની ને ફાયદો થતો હોય તો તે કારગર પ્રોડક્ટ અથવા ધન્ધો થયો ગણાય.

ટિપ્પણીઓ

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો

શાહબુદ્ધિન રાઠોડ માર્ગ

શિક્ષણ અને ખાનગીકરણ

દેહવ્યાપાર અને મજબુર સ્ત્રીઓ

સમજોતા એક્સપ્રેસ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના તારલાઓની ખોટ

પાક સોબાના

સામ, દામ, દંડ અને ભેદ

ભારત, એક મહાન દેશ (?)

દુધાળા પશુઓ અને ભારત

પ્રાચિન હિંદુત્વ થી હાલનો હિંદુવાદ