પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચાઈના નું લેબર કોસ્ટ (મહેનતાણું) સસ્તું નથી

"ચાઈના નું લેબર કોસ્ટ (મહેનતાણું) સસ્તું નથી" - ટીમ કુક | CEO, Apple Co. ચાઈના, ફોર્ચ્યુન ગ્લોબલ ફોરમમાં વિઝીટ લેવા ગયેલ એપલ ના CEO, ટીમ કુક એ સમગ્ર વિશ્વને હેરત પમાડનારી બાબત પર ચર્ચા કરી. તમે આ પોસ્ટનું શીર્ષક જોઈ શકો છો કે, "ચાઈનાનું લેબર કોસ્ટ સસ્તું નથી", આ બાબત પર ટીમ કુકે સારી એવો પ્રકાશ પાડ્યો. ટીમ એ આગળ કહ્યું કે, " શું તમે એમ વિચારો છો કે ચાઈના નું લેબર કોસ્ટ દુનિયાના તમામ દેશો કરતા સસ્તું છે? તો એ તમારી ભૂલ છે! ચાઈના એ વર્ષો પહેલા જ સસ્તા લેબર કોસ્ટ પર કાપ મૂકી દીધો હતો. એટલે અમે એમરીકામાં પ્રોડક્શન કરાવીએ કે પછી ચીનમાં કોઈ ખાસ ફરક પડતો નથી. તો પછી અમે એપલનું પ્રોડક્શન ચીનમાં કરાવીએ છીએ તેની પાછળના ઠોસ કારણો ક્યા? એ છે એમની મલ્ટીપલ ટુલિંગ પર ફાવટ ધરાવતા અસંખ્ય કારીગરોની સંખ્યા. હા, એક મેકેનીકલ પ્રોડક્ટને મેન્યુફેકચરર કરવા માટે લેથ, મીલીંગ, અને અન્ય ઘણાય પ્રકારના મેકેનીકલ ટુલ્સનો ઉપયોગ અત્યંત જરૂરી છે. અને એપલ તેના પ્રોડક્ટનું ક્વોલીટી જે કક્ષા એ માંગે છે એ તમામ કક્ષા નું પ્રોડક્શન એ જ ક્વોલીટી સાથે ચીનમાં કરાવવું પોસીબલ છે. કોઈ એક આવડત મહારત ધરાવનાર

લોઈ નો સબંધ

લોઈ નો સબંધ નિભાવવો અઘરો હોય છે. અને ચાલવા દો તો આસાન હોય છે. અને લોઈનું  તો નસીબ જ છે વપરાઈ જવું. જ્યાં સુધી શરીર માં છે ત્યાં સુધી જીવતા છીએ. એમ જ લોઈ ના સબંધોમાં, સમજણ જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી કુટુંબ જીવતું છે. ૧૦૦૦ પારકાના સમૂહમાં ૧ લોઈના સબંધી ને જોવાનો સંતોષ સમયે જ મળે છે. અને એ સમય જરૂર આવે જ છે. જયારે હાડકા હોય છે મજબુત પણ ટાઈમે ઈ તૂટી જાય છે પણ લોઈ હમેશા કામ આવે છે. લોઈ ની કદર કરો... એ થીજી જશે તો દુનિયા નહીં ઉભી રહે પણ જો ચાલવા દીધું હોય તો આજે સમય પેલા લોઈ થીજવાના અનુભવ નહીં થાય. - કમલ ભરખડા

શરીફ ચોર

#કાલ્પનિક તાળા-તિજોરી બનાવનાર એક નામચીન કમ્પની એ એમના જનરલ મેનજર તરીકે શ્રી બકા ની નિમણૂક કરી. બકાનું હાચુ નામ, બકલેશ ચ. બગસરાવાળા ;) પેલ્લી જ મિટિંગમાં બકો... બકો: તો મિત્રો, આ કમ્પની ના આગળના તમામ રેકોર્ડ જોયા બાદ ખબર પડી કે આપણું સેલ્સ કેમ ઘટી રહ્યું છે. કોઈ જણાવશે, કારણ શું છે? કેમ આપણી નવી રેન્જના વધારે સિક્યોર પ્રોડક્ટ વહેંચાતા નથી? ચકો : મને લાગે છે કે, આપણું ડિજિટલ માર્કેટિંગ અને પ્રોડક્ટ ઇન્ફોર્મેશન કન્ટેન્ટ કસ્ટમર સુધી પ્રોપર પહોંચી નથી રહ્યું. લાગે છે ડિજિટલ માર્કેટિંગ વિભાગમાં નવા મેનેજરને અપોઇન્ટ કરવા પડશે. મારા ધ્યાનમાં છે એક ચીંકી ચાપલી. એનું ડિજિટલ વર્લ્ડમાં નામ સારું છે. તમે કહેતા હોય તો મિટિંગ.... ચકી : હા, હું સહમત છું ચકા સાથે. અને જે પણ ઇન્ફોર્મેશન પહોંચે છે એનું કન્ટેન્ટ પણ એટલું બધું અપગ્રેડ નથી. એટલે સારા કન્ટેન્ટ રાઇટર ને અપોઇન્ટ કરીએ. મદહોશ લાલ્યો નામ છે એનું. બકી : હા સહમત. અને પબ્લિક રિલેશન પણ ખાસ નથી. એટલે એક પી.આર. મેનજરને અપોઇન્ટ કરીએ. નર્યો બધાંસેટિંગવાલા નામ છે એનું. બકો : આવા ચાપલા, સેટિંગવાળા ના હાલે.... તાળા અને તિજોરી વહેંચવા કન્ટેન્ટ નહીં પણ માર્કે

ખેતી, ઉત્પાદન ક્ષેત્ર અને ભારત.

ઘણા સમય થી આ ખેતી જેવા વિષય પર કઇંક કહેવું હતું. ભારત અંગ્રેજોના આવ્યા પહેલા પણ ખેતી પ્રધાન હતો અને આજે પણ. શશી થરુરના એક વક્તવ્યમાં એમણે કહ્યું હતું કે, અંગ્રેજો જયારે ભારત આવ્યા ત્યારે ભારતનું એક્સપોર્ટ વર્લ્ડનું ૨૫% હતું અને જયારે તેઓ ભારતમાંથી ગયા ત્યારે ફક્ત ૪% રહી ગયું હતું! આ એક શરમજનક વાત કહી શકાય.! હું હમેશા એ પ્રયત્ન વધારે કરું છું કે સમસ્યાના સમધાનના આઈડીયાઝ માં થોડો ભાગ ભજવું. લુક એટ અમેરિકા અને યરોપ. મિત્રો તેઓ ભલે મશીન સાથે પ્રોડક્શન સારું કરી રહ્યા છે પરંતુ તેઓ ખેતી ક્ષેત્રે પણ એમનું બેસ્ટ આપી રહ્યા છે જે વર્લ્ડ નું પણ બેસ્ટ વર્જન છે. કોઈપણ દેશ પાસે જમીન હોઈ શકે છે. પરંતુ ભારત એ દેશો માંથી એક છે જેની પાસે ખાસ્સા પ્રમાણમાં ખેતી ઉપયોગી જમીન છે. મૂળ પ્રશ્ન તો એ છે કે, શું ખરેખર આપણે આપણી તમામ ખેતી લાયક જમીન નો સદુપયોગ કરી રહ્યા છીએ? ભારત જયારે વર્લ્ડનું ૨૫% એક્સપોર્ટ લેવલ પર હતું ત્યારે તે ૧૦૦% ખેતી ઉત્પાદક પ્રોડક્ટ્સ ને સેલ કરતું હતું. યસ. તો એ અત્યારે કેમ ન થઈ શકે? ભારત ખેતી ક્ષેત્રે કેટલું કામ કરી રહ્યું છે તેના પર વર્ક કરવું જરૂરી છે. આજે અન્ન માણસ માત્ર ની પણ પશુ ઓ માટ

ગ્રંથ

ગ્રંથ ચકો: ચરક સંહિતા જેવા ગ્રંથોને જો નવા રીસર્ચમાં લેવામાં આવે તો ખરેખર ગંભીર બીમારીઓની સામે લડવા માટેની ઔષધિઓ અને નવી નવી સર્જરી ડેવેલોપ થઇ શકે છે. બકો: આ તમારા જુના ચોપડા જ્યાં છે ત્યાં જ રહેવા દો... એ કાઈ કામ નહીં લાગે. ચકો: ઓહ...કેવી રીતે? કામ નહીં લાગે? બકો: મને ખબર છે.... ચકો: બોલને કેવી રીતે ખબર છે..? બકો: મેં ક્યાંક વાંચ્યું તું? ચકો: તે વાંચ્યું તું એ સાબિત થયેલું છે? બકો: એ ભાઈ.... ચકો: ભાઈ ભાઈ વાળી.... સીધી સીધી વાંચવા માંડ... અને જે કામ કરતા હોય એને કરવા દે. ગ્રંથો પાસેથી રીત અને સૂચનો લેવાના છે. નહીં કે ક્રિયા. હાલ રીસર્ચ અને કોઈપણ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો ને એક સુચન છે. કોઈપણ દિશામાં આગળ જવા માટે રસ્તા ની જરૂર પડે છે. અને ચાલતા વખતે જે જે તકલીફ આવે તેને સોલ્વ કરવા કે સુધારવા આઈડીયાઝ ની જરૂર પડશે. અને ગ્રંથો એ માધ્યમ છે. જો હાલની ભારતીય યુનીવર્સીટીમાં કોઈ એક વ્યક્તિ જે અનુવાદ કરી શકે તો પ્રોબ્લેમ પર સોલ્યુસન ગોતી રહેલા વિદ્યાર્થીઓ જો એ ગ્રંથો નો ઉપયોગ લેશે તો એક રસ્તો મળશે અથવા ખૂટતી કડી મળી શકે. આપણા ગ્રંથોનું નામ લઈને ફક્ત ગર્વ લેવાની વસ્તુ નથી.

ભારત અને આફ્ટર સેલ્સ સર્વિસીસ

શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો, “આફ્ટર સેલ્સ સર્વિસ” એટલે, “ગ્રાહકને પ્રોડક્ટ અથવા સર્વિસ વહેંચ્યા પછીની ગ્રાહક પ્રત્યેની વહેંચનારની તમામ જવાબદારીઓ!” હાલ લગભગ બધાને સારી રીતે ખ્યાલ આવી રહ્યો છે કે, પ્રોડક્ટ કે સર્વિસ ફક્ત બનાવીને વહેંચી દેવાથી કામ નથી જ થતું. પ્રોડક્ટ અથવા સર્વિસીસની ખરીદી સાથે આવતી વોરંટી અથવા ગેરેંટી ને લીધે જ ગ્રાહક કમ્પની સાથે લાંબો સમય જોડાયેલા રહે છે. અને જયારે એ પ્રોડક્ટ વપરાશકારના દૈનિક જીવનમાં ભળી જાય છે ત્યારે આફ્ટર સેલ્સ સર્વિસ ખુબ જ મહત્વનું સાબિત થઇ રહે છે. ઘણી બધી પ્રોડક્ટ્સ આપણા વપરાશમાં છે જેમાં આપણે આફ્ટર સેલ્સ સર્વિસીસનો ઘણી સારી રીતે ઉપયોગ કરી રહ્યા છીએ. મોબાઇલ ફોન, કમ્પ્યુટર, બ્રાન્ડેડ કિચન વેર, ઈલેક્ટ્રીકલ પ્રોડક્ટ્સ, બ્રાન્ડેડ પોશાક, વગેરે વગેરે. હવે આ વિષય પર લખવાનું મારું કારણ? કાલે મેં એક પોસ્ટ જોઈ જેમાં, ૨૦૦૭થી લઈને ૨૦૧૮ સુધીની દુનિયાની મોસ્ટ વેલ્યુએબલ બ્રાન્ડ્સનું લીસ્ટ હતું. જેમાં નામ હતા, કોકો કોલા, ગુગલ, એપલ, અને હાલ એમેઝોન. આ એક સામાન્ય જ્ઞાનની મેટર હતી પરંતુ થોડો વિચાર કર્યા બાદ સૌથી વધારે આશ્ચર્ય મને એ વાતનો થયો કે, એ તમામ કંપનીઓ USA એટલે કે

સુખ શાંતિ અને સંતોષ, આખરે શેમાં?

હલ્દીરામનું પેકેજ ફરસાણ ભારતમાં ઘણું વખણાય છે. એનું ૫ રૂ. નું સોલ્ટેડ સિંગનું પેકેટ ખરેખર સ્વાદિષ્ટ અને મજેદાર લાગ્યું. થોડા સમયથી રોજ જ એ ૫ રૂ નું પેકેટ ખરીદી ને સિંગ નો સ્વાદ અચૂક લેતો હતો. હવે ૩ એક દિવસ પહેલા થયું કે લાવને મોટું પેકેટ જ લઈ લઉં.. એટલે રોજ લેવા જવાની માથાકૂટ નહીં.... મેં લીધું ૨૫૦ ગ્રામનું પેકેટ... અને હજી એ પેકેટ ખોલવાનું મન નથી થયું... જીવનમાં પણ આવું જ હોય છે. સુખ શાંતિ અને સંતોષ કોઈપણ વસ્તુના નાના ભાગમાં જ હોય છે. એ મોટી થાય છે ત્યારે બધું હોય છે પણ એ ત્રણ તત્વો નથી હોતા. - કમલ

People, Religions, and Education

People are better knowing the benefits of being religious. Religions have given them a security of treated as countable in the society. There are many personal needs of a social person during the period of serving his/her own self as a member of society. Marriages and Funeral Processes are very very important in the list of needs in our country especially. What we need is, proper community to fulfill above-mentioned two things with all formalities based on their Class. The class (Poor, Higher, and Middle) is the Basic Unit of any Societies of the world. People may be okay with other communities but very very choosy regarding their Class. Yes... because, all they had taken hassle during the life was just because of becoming countable in the society. Now, to give security of Marriage and Funeral Processes, a person needs a comfortable class community, who are ready to resist the interpersonal approach to living a life. Now let's come on the subject of EDUCATION. Yes, being an educate