પોસ્ટ્સ

ઑક્ટોબર 28, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુજરાતી મૂવીઝ .... બાપ રે.....

હમણાં જ એક ગુજરાતી મુવી લોન્ચ થયું....એનું નામ સાંભળશો!!! ( પોળમાંજ રહું છું એટલે રિલીફ રોડ પર આવાં પોસ્ટરો ઢગલો જોવા મળે રોજ) " પટેલની પટલાઇ અને ઠાકોરની ખાનદાની " અને પોસ્ટરમાં બન્ને હીરોની આંખમાંથી લોહી નીકળી રહ્યાં છે એવું દ્રશ્ય. બાપ રે. #GujaratiMovies #zindabaad :p આવા મુવીઝ ગુજરાતમાં ઢગલો બની રહ્યાં છે. અને એ વાત પણ માનવી જ રહી કે જોનાર વર્ગ નાની સંખ્યામાં તો નહીં જ હોય... આ મૂવીઝ જોનાર દરેક ભાઇઓ બહેનોને પહેલાં શિક્ષિત કરવાં જરુરી. શું કહેવું છે ? Kamal Bharakhda

तुर्किश कहावत

એક કહેવત મને ઘણી ગમી તો થયું કે, આપ બધાં સાથે શેર કરૂં. વ્યક્તિગત રૂપે એ કહેવતનાં શબ્દો ઘણાં કામ આવી શકે છે. જો લેવાય તો. ''अक्कल अगर भटक जाए तो उसका जमीर उसे वापस सीधे रास्ते पर ले आता है। जबतक आदमी का जमीर जिन्दा रहेता है तबतक आदमी हारता नहीं है।" - तुर्किश कहावत

સાચી દિવાળી ?

કહેવાય છે કે, ભગવાન શ્રી રામ એ જ્યારે રાવણનું વધ કરીને અયોધ્યા પાછા ફર્યા હતાં એ સમય દિવાળી તરીકે ઉજવાયો હતો. લોકોએ પોતાના ઘરોને દિવાઓથી જગમગાવ્યુ, જેથી લોકોમાં એવો મેસેજ પહોચે કે, જ્યારે જ્યારે રામ કામ કરે છે ત્યારે ત્યારે સમસ્ત અંધકાર માત્ર એક દિવાથી નાશ પામે છે. એવી જ રીતે આપણી અંદરનો રામ જ્યારે જાગૃત થસે ત્યારે એ આપણી અંદર બેઠેલા અંધારા રૂપી રાવણનો ફક્ત એક સમજણ રૂપી દિવાથી નાશ કરશે. ત્યારે જ તો સાચી દિવાળી મનાવી કહેવાશે. Kamal Bharakhda