પોસ્ટ્સ

ઑગસ્ટ 8, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પુરુષનાં જીવનમાં સંપ્રદાયોનું મહત્વ

એક ગુજરાતી પુરુષની લાઈફ સ્ટાઈલ ઘણી સંકુચિત હોય છે. એ જ્યારથી સમજણો થાય ત્યારથી લઈને જીવનના કોઈપણ તબ્બ્ક્કામાં એની પોતાનાં વ્યવસાય તરફીની પ્રાથમિકતા સૌથી પ્રમુખ જ રહે છે. સરેરાશ, કોઈપણ પુરુષ એકસાથે મીનીમમ ત્રણ જીવન જીવતો હોય છે. ૧. પર્સનલ જીવન 2. સામજિક જીવન ૩. વ્યાવસાયિક જીવન ઉપરના ત્રણેય જીવન હરેકએક ક્ષણ પુરુષની સાથે રહે છે. અને એમાં પણ જો ડાયો માણસ હોય તો એને ખ્યાલ જ ન આવે કે કોને કઈ અને કેટલી પ્રાથમિકતા આપવી. જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી કહું તો, જે વ્યક્તિ આ ત્રણેય જીવન પ્રત્યે હરહંમેશ કન્ફયુઝ/મુંઝાયેલો જ રહે એ વ્યક્તિને ડાહ્યો માનવામાં આવે છે. કારણકે એ વ્યક્તિની પ્રાથમિકતાઓ આરામથી બદલી શકાય છે એક નાના એવા લેકચરથી. Hahaha ઉપર જણાવેલા ત્રણેય જીવનથી બહાર રહેવા માટે એક ચોથું જીવન પણ છે, જે છે અધ્યાત્મિક જીવન. જોકે એક રંગરસિયા ગુજરાતીને આધ્યાત્મિકતા સાથે કશુંજ લેવા દેવા નથી. દુર-દુર સુધી નહીં. જે આત્મજ્ઞાન ગુજરાતી રૂપિયાની ખોટ ખાઈને મેળવે એ જ્ઞાન કોઈ ગુરુની તાકાત નથી કે એને આપી શકે. હવે જયારે માણસ આ ત્રણેય જીવન સાથે લડતો હોય અને તેને ખબર છે કે, આધુનિક સમયમાં વ્યવસાય