પોસ્ટ્સ

જુલાઈ 28, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

નોળિયો, સાંપ, ઘર્ષણ અને આયોજન

નોળિયો અને સાંપ એ બંને ખરા દુશ્મન છે એક બીજાના. પણ ક્યારે? જ્યારે એક બીજાની સામે આવે ત્યારે? જ્યારે તેઓ સામ સામે નથી હોતા ત્યારે તે બંને પ્રજાતિ પોતપોતાનામાં જીવનમાં મસ્ત હોય છે. નોળિયો અને સાંપ કદાચ એકબીજાની સામે આવી જાય એ "બિનઆયોજિત" પણ હોઈ શકે. એમ જ...આપણાં દેશમાં પણ અલગ અલગ પ્રકારની માનસિકતાઓ પોતપોતાનામાં જીવનમાં મસ્ત જ હોય છે અને આનંદ લેતાં જીવન પસાર જ કરતાં હોય છે. પણ...... એ બધાં નોળિયા અને સાંપની જેમ જ્યારે ભટકાય છે ત્યારે એ "આયોજીત" હોય શકે છે. એટલે આપણે જનતા એ જ સમજવું જોઈએ કે આપણી તકલીફ સાચી પણ કોઈની યોજનામાં પ્યાદા બનીને ઉપયોગમાં ન આવવું. કોઈ ગમે એટલું ભરમાવે પણ આપણી ગતિ અને ધ્યાન, આપણી આર્થિક સ્થતી પર જ ટકી રહેવી જોઈએ. આખરે કોઈપણ દેશ તેની આર્થિક સ્થતીથી જ મજબૂત હોય છે. હે તેની જનતાના હાથમાં હોય છે. જય હિન્દ. કમલ