કલા અને કલાકારનું અપમાન તેની કલાનાં સ્તરથી નક્કી થાય છે. એમ જ તેના ગુણગાન અને પ્રશંશા પણ તેના સ્તરથી જ નક્કી થયેલ હોય છે. હવે સ્તર નક્કી કરે કોણ? બિલકુલ આપણે જ. પરંતુ ખરેખર તો કલાકાર પોતે જ તેનું સ્તર નક્કી કરવામાં મદદરૂપ બને છે.
ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જ અને ઈશ્વરને સામગ્રી રૂપે ધરાયેલ કળા જ આખરે પ્રસાદ રૂપે એક અમુલ્ય આહ્લાદ બને છે.
બી.આર.ચોપડાં જી અને રામાનંદ સાગર જી એ એમની આધ્યાત્મિક મનોભાવનાનાં સ્થાનથી જ મહાન એવી महाभारत, रामायण તથા कृष्णा જેવાં ધારાવાહિકોને પદાર્પિત કર્યા હતા. જેણે ભારતનાં ઈતિહાસ ને એ સ્તરે લઇ ગયા કે તેને કોઈ આંબી શકે તેમ નથી. પ્રયત્ન કરવાવાળાને હાલ પ્રસાદી મળી જ રહી છે.
છતાં આ અહેવાલ લખવા પાછળનો મૂળ ઉદ્દેશ એ હતો કે, આજે જ સવારે મહાભારતનો એક સંવાદ મને એટલો સ્પર્શી ગયો કે તેને સંભવ બનાવનારા તમામ વ્યક્તિત્વ માટે એક આભાર પ્રગટ કરવાની ઈચ્છા થઇ ગઈ.
શ્રી કૃષ્ણ, વિદુરજી અને વિદુરાણીજી (વિદુરજીના પત્ની) વચ્ચે એક અત્યંત સાધારણ કહી શકાય એવો સંવાદ પરંતુ અંતે વિદુરજી સંવાદ જયારે સમાપ્ત કરે છે એ આખા સંવાદને આધ્યાત્મિક સત્ય એટલે કે બ્રહ્મ સત્યની ઝાંખી કરવી આપે છે. તો આ રહ્યો સંવાદ.
અતિથી બનેલા ભગવાન 'શ્રી કૃષ્ણ' યજમાન વિદુરજીને ત્યાં ભોજન ગ્રહણ કરી રહ્યા છે. અને...
श्री कृष्णा:
वाह! सरसोँ का ऐसा स्वादिष्ट साग तो मैंने कभी खाया ही नहीं था! और फिर ये मकई की रोटी! काकी श्री, ये सब खा कर तो मैं धन्य हो गया!
विदुरजी:
सुन रही हो! तुम्हारे साग को खा कर "कौन" धन्य हो रहा है!
श्री कृष्णा:
सच कहे रहा हूँ काका श्री, राजभवन के पकवान खा-खा कर मन उब गया था! अब कभी हस्तिनापुर आना हुआ तो आप ही का अतिथि बनूंगा!
विदुरजी:
तब तो इस घर के भाग ही खुलेंगे वासुदेव!
विदुरानीजी (श्री कृष्णा से):
वचन भूल तो नहीं जाइएगा?
विदुरजी (हँसकर):
इन्हें भूलना ही तो नहीं आता भाग्यवान! 🙏🙏
પૂર્ણવિરામ
#કમલમ