Be Aware!

आप अन्धो के बग़ीचे में आँखे बो ने बैठे है 
अगर पौधा छोटा हुआ तो कूचल दिया जाएगा 

#Kamalam

અંતઃ નો કૂવો


અંતઃ નાં કુવામાં પડવાનું જોખમ લીધું

થોડેક નીચે ગયો તો નદી મળી

નદી ને પ્રણામ કરવા થોડો હજી ઝૂક્યો તો સમુદ્રનો ઘુઘવાટ સંભળાયો

આંખ બંધ કરી ઘૂઘવાટની દિશામાં ચાલ્યો તો સમુદ્ર ભાળ્યો

સમુદ્રનાં કિનારેથી આહલાદક ક્ષિતિજ જોયું

ક્ષિતિજ ને પામવાનું નક્કી કર્યું અને તરવાનું શરુ કર્યું

સમુદ્રની વચ્ચોવચ જ આકાશ પૂર્ણ થયું

હું ક્ષિતિજની ધાર પર હતો

ઈશ્વરે હાથ પકડી પેલી બાજુ ખેંચી લીધો

અને આનંદના પડતરમાં હજી પડ્યે જ જાઉં છું

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો