પોસ્ટ્સ

ઑગસ્ટ 9, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંપ્રદાયોનું ખરું કાર્ય

ગઈકાલની મારી સંપ્રદાયની પોસ્ટ પર Harikrushna Kotak એ પ્રશ્ન પૂછ્યો. "પણ થોડો પ્રશ્ન છે... છેલ્લે ના સમજાયું... સંપ્રદાયોએ બદલાઈને ભક્તિ માર્ગ પાછો અપનાવવાનો કે માણસોએ બદલાઈને એમને કાઉન્સિલર બનાવી દેવાના..." જવાબ: તમારા પ્રશ્નનો જવાબ તમારા પ્રશ્નમાં જ છે. "થોડો પ્રશ્ન છે" કેમ થોડો જ? યા તો આખો પૂછો યા ન પૂછો. :D તમે તમારા સંપ્રદાયને યાતો ન માનો યાતો આખો માનો. જો કોઈ એક વસ્તુ તરફ સંપૂર્ણ પ્રાથમિકતા હશે ત્યારે જે તે વ્યક્તિ તમને મદદ કરે છે તેના પર તમને કોઈપણ પ્રકારનું લેબલ લગાડવાની જરૂર નહીં પડે. કે આ મારો ધર્મ છે, સંપ્રદાય છે કે પછી કાઉન્સેલર. કારણકે જે ખરેખર મદદે આવે એ પોતાના જ હોય. એને કોઈ લેબલ ની જરૂર નથી. બીજું કે સંપ્રદાયો નું બે કામ હતું અને રહેશે. ૧. લોકો ને એક ખાસ પ્રવૃત્તિમાં જોડવા અને એ બધા વચ્ચે આત્મીયતા જાગૃત કરાવવી જેથી માનવતા જેવા ગુણ આપોઆપ પ્રફુલિત થાય. 2. લોકોનાં જોડાવવાના લીધે ગ્રુપમાં અનુભવનો વધારો થાય છે. જેમકે, પાંચ મિત્રોનું ગ્રુપ હોય અને એમાં જો એક મિત્ર ઇલેક્ટ્રિક બાબતે જાણકાર હોય તો એ પાંચે પાંચ વ્યક્તિ ને ઇલેક્ટ્રિક સમસ્યાઓ બાબતે સા