કાશ્મીરને આઝાદ કરવાનાં મુદ્દે ભારતની સમસ્યા

ડેવિડ દેવદાસ, એમણે કાશ્મીર પર ઘણા પુસ્તકો લખ્યા છે. આજે હિન્દુસ્તાન ટાઈમ્સમાં (HT) એમના લેખમાં શ્રીનગરમાં પ્રોટેસ્ટ કરતા યુવાનો અને બ્લ્યુ શબ્દોમાં લખેલ FREE KASHMIR જેવા પોસ્ટર્સ સાથે એક ફોટો મુક્યો છે એ જોઇને મને આ લેખ લખવાનો વિચાર આવ્યો. 

કાશ્મીરી જનતા ખરેખર કાશ્મીરને આઝાદ કરાવીને શું ઈચ્છે છે એ એજ જાણે પરંતુ કાશ્મીરને આઝાદ કરાવવાના પ્રયત્નોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે! કાશ્મીરની જનતા શું સૈન્યના દબાણના લીધે પોતે આઝાદ થવા માંગે છે કે એમનો પોતાનો એક આઝાદ રાષ્ટ્ર તરીકે કોઈ ફૂલ પ્રૂફ પ્લાનીગ છે જેમાં દરેક કાશ્મીરી જનતાનાં સોનેરી ભવિષ્યની ચાવી છે જે ભારત સાથે રહીને બિલકુલ શક્ય નથી? જો એવું ખરેખર હોય તો તેઓ એ પ્લાનિંગ જણાવી શકે છે.

અત્યાર સુધી તો એજ ખ્યાલ હતો કે, કાશ્મીરને સંપૂર્ણ તાબે કરવા પાકિસ્તાન ભારત સાથે રાજનીતિ રમી રહ્યું છે જે કોઈપણ કારણોસર જોવા જઈએ તો કૈંક અંશે વ્યાજબી છે. કારણ કે, ખરેખર પાકિસ્તાનને કાશ્મીર હડપવું જ હોય તો પાકિસ્તાને કરેલા તમામ પ્રયત્નો ભલે નાગળદાયી ભર્યા હોય પરંતુ પાકિસ્તાન આ પ્રયત્નો ફક્ત પોતાની માનસિકતાએ તો ન જ કરી શકે. કાશ્મીરની જનતાનો પણ સાથ સહકાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હોય એ દેખીતું જ છે.

એટલે આપણે એ માની લેવાનું થયું કે, કાશ્મીર પોતે આઝાદ થવા પાકિસ્તાનનો સહારો લેવા માંગે છે કારણ કે ભારત કોઈપણ કારણોસર એ કરે તેના ચાન્સીસ લગભગ શૂન્ય છે. પરંતુ ભારતની પણ સમસ્યાઓ અને મૂંઝવણ સાવ નાખી દેવા જેવી નથી. ભારતીય સરકારોને પણ કોઈ શોખ નથી કે પોતાના યુવાધનને ત્યાં બોર્ડર સિક્યોરીટી ફોર્સ માટે તૈનાત કરાવતી રહે અને કાશ્મીરીઓ અને પાકિસ્તાનીઓ સાથે બાથ ભીડાવતી જ રખાવે. એક એક યુવાધનનો હિસાબ આપવો પડે છે.

કાશ્મીરની જનતા આઝાદી માંગે છે પરંતુ સેના બેઝ પર? તે લોકો એ સમજે છે કે પાકિસ્તાનનો સપોર્ટ લઈને ભારત પર દબાણ નાખીને તેઓ આઝાદી માટે મજબુર કરશે તો એ એમના વ્યર્થ પ્રયત્નો છે! શું તેઓને કોઈ પ્રાથમિક સમસ્યાઓ છે? અને જો એ પ્રાથમિક સમસ્યાઓ છે તો તેના કારણો કયાં? આજથી ૧૦૦ વર્ષ પહેલા જયારે રાજ પરીવારનું કાશ્મીર અને જમ્મુ પર શાશન હતું ત્યારે પણ એ પાયાની સમસ્યાઓ કાશ્મીરી લોકોને નડતી હતી? જો તેમનો જવાબ નાં માં હોય તો, એમની સમસ્યા સામે જ છે. કાશ્મીર જેમની જ્યુરીડીક્ષનમાં આવે છે તેમણે તેમનો જ સપોર્ટ લેવો અને જો બિનવ્યવહારિક ધોરણે તેઓ પાકિસ્તાન પાસેથી સપોર્ટ લેતા રહેશે તો એમના હાલ આવા જ રહેવાનાં છે. કારણ કે ભારત કાશ્મીરને છોડે તેની શક્યતાઓ તો લગભગ નહીંવત છે. કારણ કે?

ભારત એક અલગ અલગ સંસ્કૃતિ, વિચારો અને ભૌગોલિક પરિસ્થતિઓનો સુમેળ છે. ભારતમાં જેટલા પ્રદેશો છે એ તમાંમને પોતાની ભાષાનો મોહ હટાવી દે તો પણ સંસ્કૃતિઓનો છેડો એક બીજાને અડતો નથી. જેમ કે રાજસ્થાનીઓ અને પંજાબીઓ. ટૂંકમાં જેટલા રાજ્યો છે એટલી જ સંસ્કૃતિ છે અને દરેક પોત-પોતાની રીતે ભિન્ન છે જેમ કાશ્મીર. તથા દરેક રાજ્યો પોતપોતાની રીતે બીજા કરતા શ્રેષ્ઠ છે એવી જ હોડમાં રહે છે. દરકે પાસે પોતાનાં કુદરતી ખનીજો અને સંસાધનો છે જે એક આઝાદ રાષ્ટ્ર તરીકે સ્થપાવા જેટલું યોગ્ય ભંડોળ છે.

કોંગ્રેસ અને તેમની ગઠબંધન સરકારો વિષે હાલમાં મારી જે પણ ધારણા જેવી પણ હોય પરંતુ એક પરિસ્થતિ માટે હમેશા તેમનો દરેક ભારતીયો એ આભાર માનવો રહેશે કે ભારતના આઝાદ થયા પછી પણ તેમણે ભારતનાં એકબીજાથી સંપૂર્ણ રીતે અલગ તરી આવતા રાજ્યોને એકત્ર રાખીને ભારતીય બંધારણમાં જોડી રાખ્યા છે. જે ખુબજ અઘરું કાર્ય છે. તેમના માટે કોંગ્રેસ અને તેમની ગઠબંધન સરકારોને સલામ.

ટૂંકામાં, સાહેબ મારો કહેવાનો તાત્પર્ય એ કે, કાશ્મીરની જનતા જે પણ મુદ્દે આઝાદી માંગવાનાં કારણો રજુ કરે તે બધા કારણો યુનાઇટેડ ભારત સાથે જોડાયેલા તમામ રાજ્યો પાસે પણ રેડીમેડ છે, જો તેમણે પણ આઝાદી જોતી હોય તો! એટલે કાશ્મીરનું આઝાદ થવું એ ભારત માટે પરોક્ષ રીતે બહુજ મોટો ફટકો સાબિત થઇ શકે. ભલે તુરંત સમસ્યાઓ ઉભી ન થાય પરંતુ આવનાર ભવિષ્યમાં ભારતના રાજ્યો આઝાદ કાશ્મીરનાં (જો થયું તો) કેન્દ્રને દાખલાઓ આપી આપીને આઝાદી મેળવવાનું બંડ પોકાર્યાજ રહેશે અને ન છૂટકે દરેક રાજ્યોને કાશ્મીરની જેમ કોઈક પાકિસ્તાનનો સપોર્ટ પણ મળશે જ અને નજીકના ભવિષ્યમાં ભારત ફક્ત દિલ્હી જેટલું રહી જશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પૂર્વ ભારત તો ભારત સાથે કઈ રીતે જોડાયેલું છે તેના કારણો ખરેખર ચોંકાવનારા જ હશે. દક્ષીણ ભારત કે જેની સંસ્કૃતિ બીજા તમામ ભારત સાથે અલગ જ તરી આવે છે એ પહેલા છેડો ફાડવાનો પ્રયત્ન કરશે. આ બાજુ પંજાબ પહેલેથી જ સ્વતંત્ર થવામાં માને છે. આ સંભાવનાઓ મારા મગજમાં આવી પરંતુ દેશની તમામ સરકારો પાસે આનાથી પણ મજબુત કારણો રહ્યા હશે એટલે જ કાશ્મીર મુદ્દે કોઈપણ “ઈંચ”ની સરકારને નિર્ણયો લેવામાં તકલીફ થતી રહે છે.

કહેવાય છે ને કે કાચો ઘડો માટીમાં ભળી જાય પણ જો પાક્કો ઘડો ભળવાનો પ્રયત્ન કરો તો એ ઘણી સમસ્યાઓ ઉભી કરીને જાય છે.
એટલે ભારત કાશ્મીરને આઝાદી ન આપી શકે તેના કારણો ભારત પાસે પાક્કા ઘડા જેવા મજબુત છે. હવે પાકિસ્તાન એ ઘડામાં કાંકરીચાળો કરવાનો પ્રયત્ન કરે છે અને ભારત કશું જ રીએક્શન આપતું નથી તેના કારણો એ કે, ભારતના એ પાક્કા ઘડાથી તમામ ભારત ગણરાજ્યની તરસ છીપાતી રહે છે અને રહેવાની છે. સમસ્યાઓને દરેક બાજુથી સમજવી જરૂરી છે.

કાશ્મીરની જનતાને એક જ પ્રાર્થના છે કે જેમ દક્ષીણ કાશ્મીરમાં ચળવળો ઓછી થઇ રહી છે તેમ જ તમે પણ ધીમે ધીમ માની જાઓ એમાં જ બધાની ભલાઈ છે. કાશ્મીરની જનતા ભારતીય તંત્રને શ્વાસ લેવાનો સમય આપે તો એ કાશ્મીરની બીજી તકલીફો તરફ ધ્યાન આપી શકે.

જય હિંદ.

Kamal Bharakhda


"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો