પરિસ્થિતિ, રમૂજ વાતો, અને કરુણ સત્ય

પરિસ્થિતિમાંથી ઉભરતી રમૂજ વાતો જ કદાચ જીવનને એક નવી દિશા આપે છે અને સમય ને સહન કરવાની શક્તિ આપે છે. એવી જ રીતે એક મસેજ વાંચ્યો કે, આ વખતે કોઈના લગ્નનાં જમણવારમાં કેરીનો રસ તો ઠીક પણ 10માં 12માં નાં પેંડા પણ નહીં મળે. ખરી વાત છે.

પણ એક ખુબ જ કરુણ સત્ય એ છે જે આપણે નકારી દઈએ છીએ. જે કદાચ આ લોકોડાઉનને લીધે સામે નહીં આવે. તેનો પરિસ્થિતિ ને આભાર.

ન જાણે, દર વર્ષે 10માં અને 12માં નાં રિઝલ્ટ પછી કેટલાય બાળકો ન કરવાનું કરી બેસે છે. પણ ચાલો આ વર્ષે એ સંવેદનશીલ બાળકોને આ કપરી પરિસ્થિતિમાંથી પસાર નહીં થવું પડ્યું હોય.

આભાર જે તે પરિસ્થિતિનો. જે અમુકનો ભોગ લઇ ગયું તો અમુકને બચાવી પણ ગયું.

બચાવ્યાનો અને માફ કર્યાનો ગુણ સૌથી મોટો!

કાળીયા ઠાકરની જય!

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો