પોસ્ટ્સ

2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અઘરું ચિંતન

અઘરું ચિંતન જો સમસ્યાનું સરળ સમાધાન ન અપાવે તો એ વાહિયાત ચિંતન કરતા બીજું કશું જ ન કહેવાય. આવું વિધાન કેમ આપવું પડ્યું? કારણકે ભોગવવું પડ્યું એટલે! કોઈપણ વ્યક્તિનાં જીવનમાં બે પ્રકારનો સમય હોય છે. એક એવો સમય કે જયારે તેને કોઈ જ ઈમરજન્સી નથી હોતી. અને બીજો એવો સમય કે જયારે તમામ પ્રકારની ઈમરજન્સી એકસાથે આવીને ઉભી ને ઉભી જ હોય છે. હવે તમે ગમે તેટલું ભણ્યાં હોવ કે, અનુભવ લીધો હોય પણ જયારે ઈમરજન્સીનો સમય ચાલતો હોય છે ત્યારે કરવામાં આવતું અઘરું ચિંતન કામ નથી આવતું ઉપરાંત માનસિક અનર્થ નોતરે છે. અને જયારે ઈમરજન્સી નથી હોતી ત્યારે "ન" કરવામાં આવેલું અઘરું ચિંતન પણ અંતે અનર્થ નોતરે છે. એટલે જ કહેવાય છે કે, પાણી આવે એ પહેલા પાળ બાંધવી. બની શકે પાણી ક્યારે આવે એની ખબર ન પણ હોય પરંતુ જયારે જીવનમાં સમય હોય ત્યારે તે સમયનો સદુપયોગ કરી ચિંતન કરી એવા કાર્યો કરવા કે જયારે ઈમરજન્સી આવે ત્યારે તે અનુભવો એક મજબુત સુવિધા બનીને ઉભી રહે. સુવિધા એટલે જરૂરી નથી કે મટીરીયલ સુખ સુવિધાઓ. પરંતુ એવા કાર્યો જેમકે વ્યાયામ, ભણતર, અનુભવ, નેટવર્ક, અને ભક્તિ અને સેવા કાર્ય. જો હાલ તમને લાગતું હોય કે અઘરા ચિંતનની

ફરવું એટલે?

ફરવું એટલે? ફક્ત રખડવું નહી પણ ચરવું ફરીને યાત્રાનાં અનુભવ ને ચરો ફરીને યાત્રાળું નાં શબ્દો ને ચરો યાત્રા દ્વારા મળેલ જ્ઞાન ને ચરો, યાત્રાની અગમ અનુભૂતિને ચરો કો'ક ની વાર્તા ને ચરો , કો'કની આંખના પાણી ને ચરો કોકના મધુર સ્મિત ને ચરો , કોકની પીડાને ચરો, અને અંતે તમારા મન ને ચરો, તમારી બુદ્ધિને ચરો, અને તમારા માટે ચરો #કમલમ

મોર્ડન હોવું એટલે?

જો કોઈ મોર્ડન છે તો એનો અર્થ એ થયો કે જે મોર્ડન નથી એ દેશી છે? ખરેખર? આમ જોવા જઈએ તો એ ખોટું પણ નથી પરંતુ મોર્ડન શબ્દનો મતલબ જ છે કે સમયની સાથે ચાલવાવાળા! અને અંગ્રેજીમાં તેનો મતલબ છે કે, new and different from traditional styles! મારા મુજબ તમે મોર્ડન બની નથી શકતા. મોર્ડન તમે હોવ છો. જેમ અમુક લોકો કરોડોપતિ હોય પણ એમનું દેશી અને જૂની વિચારધારા હજુ તેમની સાથે વળગેલી હોય છે. પણ જીવનમાં એવી કેટલીક પરિસ્થિતિઓ અને લક્ષણો છે જે મોર્ડન અને દેશી એમ કોઈપણ લાઈફ સ્ટાઈલથી ઉપર છે. જે છે વિનમ્ર હોવું, વ્યવહારિક હોવું. વ્યવહારિક હોવાનો એ મતલબ નથી કે, સમાજને ગમે એ રીતે રહેવું. પરંતુ પરીસ્થીતી મુજબ રહેવું એ વધારે યોગ્ય પરિભાષા છે. બીજું કે તમે દેશી હોવ કે મોર્ડન પણ જો તમે તમારી વાત રાખતા સમયે વિનમ્ર નથી તો બંને માંથી એક પણ જગ્યા એ તમે ઉભા નહીં રહી શકો કે કોઈ ઉભા નહીં રાખે. મોર્ડન હોવું એટલે મોર્ડન છો એવું દેખાડવું અત્યંત વિરોધાભાસી છે. મારા મત મુજબ, અમરેલી જીલ્લાના કોઈ નાનકડા ગામમાં ખેડૂત ભાઈ એની દીકરીને રાજકોટ અથવા અમદાવાદ ઉચ્ચ ભણતર માટે ગર્વ સાથે દીકરીને મોકલે અને એ ખેડૂત ભાઈ પછી ભલે ગમે તેટલો દેશી ક

Random Thoughts - 4th September 2022

it is my observation that things that evolve you or give your best experience have happened from the inside out. like, performing an art. Performing art is an activity that drives your energy from inside to outside. That creates wonderful nature within you because during those moments, you are the source of the energy channel and it is the best thing in this universe. On the other side things which give you stress or uncomfortable feeling happens due to the energy flow direction from outside to inside. It means simply outsider energies are dominating you. Hence when you are performing at your peak, you truly become free from all the bonds. Hence Bhakti marg drives on Satsang, kirtan, and chanting. Because it simply drives your energies from the inside out. Now you might have guessed that how can learning is not stressed? As it might happen from outside to inside? Well, in that case, it is not what you think. We all are param Brahma, Satchidananda right from the time we become element f

જીવનમાં સફળતા પછી નિષ્ફળતા આવે તો એ સહન કઈ રીતે થાય?

કોઈની સાથે સારું થાય છે તો શું એને એક નવો હાથ ઉગી નીકળે છે? શું એ જ વ્યક્તિ જયારે નિષ્ફળતા પામે છે ત્યારે તેનો એક હાથ કે પગ ગાયબ થઇ જાય છે? તમારી સાથે સારું/નરસું જે પણ થાય છે તેની અસર તમારા આખા શરીરમાં ક્યાંયે નથી થતી પણ જો થાય છે તો એ ફક્ત ને ફક્ત મગજમાં!!! અને મગજ નું તો કામ છે નાની નાની વાતમાં સેન્ટી થઇ જવું... એ રાહ જોતું હોય છે કે મારી (મગજની) સાથે કઇંક ખરાબ થાય અને હું બિચારું બની ને બેસી જાઉં અને મારો માલિક મને ચાટ ચાટ કરે.... જે થાય છે સારા માટે જ થાય છે અને હું મારા અનુભવ અને અનુભૂતિ ઉપર જ કહું છું. સાંભળેલું કે વાંચેલું નહીં. કઇંક સારું હતું આપણી સાથે એટલે એનો મતલબ એ છે કે, આ સામાજિક વ્યવસ્થામાં ક્યાંક આપણે ચોક્કસ માળખું.પેટર્ન ને ફોલો કરી રહ્યા હતા અને એ મુજબ આપણે સકસેસ હતા હવે નિષ્ફળતા બે રીતે આવે 1. પ્રથમ તો સામાજિક વ્યવસ્થાની માળખા/પેટર્નની મર્યાદાને તોડી ને રિસ્ક/જોખમ લઇ કઇંક નવું કરવા નીકળીએ ત્યારે આવે ૨. બીજું કે જે કામ સારું ચાલતું હતું અને તેમાં અનાયાસે બેદરકારી, બેજવાબદારી, અસામાજિક અથવા આળસ જેવા પરિબળોની તાકાત વધતાં જ નિષ્ફળતાનો પાયો નંખાય જાય છે. પ્રથમ કેસ ને હ

your skills matter, but do you?

terrifying statement from Devdutt Patnaik, "your skills matter, but do you?" he further added, "The Sun has no value on its own. Its value comes from plants that seek sunlight to produce food. Its value comes from animals, but only those who thrive in the day and in summer. The bats do not care. The value of the sun comes from those who consume the plants. " quite of contradictory logic but makes sense in many areas. He just uses the sun as an instance but still, the profound meaning of the logic is a bit different. I kind of agree with him. Earlier, 10 years before, I do possess a lot of skills but at that time, the market don't need any of them that's why I was struggling then I found a skill that matters to the market, and it gave me a platform. #kamalam

એક સૈનિકની કલમનાં પરાક્રમ

એક સૈનિક કે જેણે વિશ્વયુદ્ધ વખતે બંદી બન્યાં પછી અઢળક કવિતાઓ લખી અને અનેક યુવકો/યુવતી ઓ આઝાદીનાં સાક્ષી અને કારણ બન્યાં આઝાદ થયા બાદ હલકમાંથી આઝાદીનો અવાજ દબાઈ ગયો અને શબ્દોમાં નબળાઈની માંદગી આવતા જ ગરીબી અને ભૂખમરાનાં સાક્ષી અને ભોગ એવાં અનેક યુવકો/યુવતી બન્યાં #કમલમ

વરહ નો પેલો વરસાદ

અહેસાસ, આપણે જયારે અહેસાસ કે અનુભૂતિની વાત કરીએ ત્યારે ૯૫% એ અહેસાસો બાળપણ અથવા યુવાનીના જ હોય છે. બની શકે એ એટલા માટે કે એને તેની જ સંપૂર્ણતાથી અનુભવેલું હોય છે. દિમાગનો ઉપયોગ હજીયે કાવાદાવા અને રાજનીતિ કરવામાં ઉપયોગ થયો હોય નહીં એટલે એ પ્યોર હોય છે. એટલે જ બાળપણ અને યુવાનીના અહેસાસો હજીયે જીવંત હોય છે. મૂળ વાત, ગઈ કાલે મુરતનો પેલ્લો વરસાદ પડ્યો મુંબઈમાં. અને પેલ્લો વરસાદ પડ્યા પછીના બીજા જ દિવસે સવારમાં નાહ્યા પછી એક અલગ જ ડીપ્રેશન અથવા મુંઝારો હજીયે મને અનુભવાય છે. અને હોય છે સ્કુલ ચાલુ થવાનો. યસ, મુંબઈમાં ૧૪ જુન સ્કુલ ચાલુ થવાનો લગભગ ફિક્સ ટાઈમ હોય છે. અને મુંબઈમાં વરસાદ આવવાનો ખરો સમય પણ ૮ જુનથી ૧૬ જુન સુધીનો હોય જ છે. એટલે પહેલો વરસાદ આવે ત્યારે એ સંકેત આપી દે કે, ભાઈ મજાના દિવસો પુરા થયા અને હવે સ્કુલ પાછી ચાલુ.... આજે સવારે મને લીટરલી એ જ અહેસાસ ફરીથી થયો જયારે નાહ્યા બાદ બાથરૂમની બહાર આવ્યો ત્યારે. પણ ત્યાં અચાનક જ એ વિચાર આવ્યો કે, હવે ક્યાં સ્કુલ જવાનું છે. લોલ અને માહોલ ફરીથી તંદુરસ્ત થઇ ગ્યો... #કમલમ

रुबाइयाँ

तेरी तरकीब को मैं तेरा प्यार समज बैठा मेरे जीने को मैं तेरा एहसान समज बैठा तेरे झिक्र को में खुदा की रुबाइयाँ समज बैठा तेरे आने से मिले नए जीवन को मैं आदत समज बैठा खुशनसीब थे वो सब जो तुझे पा न सकें हम तो फना हो गए जो तुझे पा कर भी तेरे हो न सकें तेरी मौत को में कयामत समज बैठा मैं तो जन्नत में ही था तेरे आने से पहेले, तेरे जहन्नुम में जाने के बाद भी जन्नत को में जहन्नुम समज बैठा तेरी तरकीब को मैं तेरा प्यार समज बैठा ..... #कमलम

જ્ઞાન ગોષ્ટી - તગડો

જ્ઞાન ગોષ્ટી શરુ ચકો : અય મીંઢા, આયાય તો.. . 🤔 (બકો હાલતો જ ગ્યો, અને ચકા નો જવાબ નો આયપો) ચકો : અય બકી ના વર ના સાળા... આયાય.. 😜 (બકાનો પારો ગ્યો, અને ચકા પાંહે આયવો) બકો : અય, ચકીના, બોવ વેવલીનો થામાં, ઈ વાયડીનો તારો હું થાય સે? 😖 ચકો : અરે...અરે... મારા વ્હાલા, ઈ તો તને ખાલી આયા બોલાવવા હાટુ... તારાથી વધારે મારે કોણ સે? 😄 બકો : આમ જોવાય કોકની તબિયત હારી હોય નો હોય એનું ધ્યાન રાખી ને બોલાય, વાય્ડીના... (એમ કરી ને બકા એ શેડાડુ નાક લુછ્યું) 🤧 ચકો : એલા... એય તારી તો તબિયત ખરાબ શે ને.... હું થયું? 🤒 બકો : હરદી ...🤧 ચકો : શેની ?🧐 બકો : લાગેસ, આ ગરમી ની... લુ લાગી ગઈ સ 😟 ચકો : વાંઢા ના સરદાર, આ શરદી ગરમી ની નથી તારા લખણ ની છે. રાયતે ડાયરે બરફ ઓછો નાય્ખતો હોય તો.... !! 😛 બકો : મરીગ્યા.. તારી કઉ હમણાં.... 🤬 જ્ઞાન ગોષ્ટી પૂર્ણ હાર્દ : તકલીફનાં મૂળિયાં ક્યાં હોય ઈ હાચા દોસ્તારને જ એની ભાન હોય... 😈 #કમલમ

જ્ઞાન ગોષ્ટી - બગડો

છબી
જ્ઞાન ગોષ્ટી શરૂ ચકો : અય... ક્યાં જાશ?   બકો : બકાલું લેવાં? ચકો : એલા પણ, કોથળો લઈને?  બકો : હા, બકી હાટુ   ચકો : એલા, પણ એનાં તો માંડવા છે ને આજે તો?  બકો : હા, (૩.૬ સેકેંડ જેટલું રોયા બાદ) મને ખબર સે  ચકો : તો, મરી ગ્યા, આયા ડાયરે બેહ ની, ન્યા ક્યાં તારા હાહરા સે? બકો : નાં, મેં બકી ને કીધું તું, ગામ લગનમાં વરઘોડિયા દૂધપાક ની ચમચીયુ એકબીજાનાં મોઢામાં આપે, પણ આપણે રીંગણા બટેટાનાં શાકની ચમચીયું આપશું...?  ચકો : એય, મારા ભા, છાનો રે, રો માં, કેમ આમ ઢીલો પડી જાશ બકો : ઢીલો શેનો, બકાલું તો એને પોગશે જ, ચમચીએથી નઈં તો નઈ પણ માંડવામાં ઉપરથી આવશે.... પછી ભલેને બકાલાની પીઠી થાય.... ચકો : જા, જા, કયર, તારે જે કરવું હોય એ... બકો : હું આયા બકાલા હાટુ ઘટતાં તા એનો વેવાર કરવા આયવો સુ... હોય તો આપને ઉછીના...?  ચકો : હાલ, મરીગ્યા...   જ્ઞાન ગોષ્ટી પૂર્ણ   હાર્દ: વેર વાળવા હાટુય વજન જોઈએ... #કમલમ

જ્ઞાન ગોષ્ટી - એકડો

જ્ઞાન ગોષ્ટી શરુ બકો: એક વાત નો મને જવાબ આપ... ચકો : બોયલની... પણ પૈસા નો માંગતો બકો : નથી જોતા તારા... મને એમ કે, કે ગરમીમાં મચ્છર કેમ દેખાતા બંધ થઇ જાય છે? ચકો : ગરમી લાગે એટલે બકો : એને ગરમી નો લાયગી હોય ભૂરા, એને ગરમી ઘરી ગઈ હોય હોંહરવી... જેમ તને ઘરી ગયા છે રૂપિયા અને બંધ થઇ ગ્યો દેખાતો.. 😃 ચકો : લાલ્યા, મારું ચપ્પલ આપ તો,... તારી કઉ બકલા.... જ્ઞાન ગોષ્ટી પૂર્ણ #કમલમ

आज पता चला की हम बडें हो गए है |

ના... ના... ના... એવો કોઈ આધ્યાત્મિક અનુભવ થયો નથી કે નથી એવી કોઈ ઉપાધી મળી કે જેને લઈને આવી અનુપમ અનુભૂતિ થાય! જેમ ભૂત આમલડી એ મળે એમ હું અને મારા જેવા વડાપાંઉનાં ગર્ભદ્વાર પર મળીએ! આજે દહીસર, મુંબઈનાં ફેમસ ચંગુ-મંગુ વડાપાંઉની મુલાકાત લેવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો અને આ પ્રકારના પ્રોગ્રામ ને કોઈ મોટીવેશનની જરૂર નથી પડતી! વિચારો કે તરત જ અમલ 😃 ચંગુ-મંગુ ને ત્યાં લાઈન જ હોય! એવું ક્યારેય નથી થયું કે ગયા હોય ને ૧૦ જ સેકેન્ડમાં નરમ પાઉંમાં અદ્ભુત ચટણીઓની સગાઈ કરી વડું હાથમાં આવ્યું હોય! એટલે આજેય એવું જ હતું. જઈને લાઈનમાં ઉભા રહી ગયો. જેમ રાક્ષસો અમૃત લેવા પેલી અપ્સરાની આગળ લાઈન લગાવી હતી, હા બરાબર એમજ..! 🙁 મારો વારો આવ્યો ત્યાં જ મારા જ ક્લાસમાં ભણતી સ્કુલની જ છોકરી મને દેખાયી. મને નામ યાદ ન આવ્યું પણ હું જોઇને ઓળખી તો ગયો જ. એ પણ મારા જ કુળની જણાઈ આવી રહી હતી! પણ મારા કરતા તેનામાં ધીરજ ઓછી હતી એટલે લાઈન કાપી ને તરત જ કાઉન્ટર પાસે આવી ને ઉભી રહી જ્યાં હું હતો જ, એટલે મને સાઈડમાં જવા માટે એણે કહ્યું કે, "अंकल, जरा जगा दीजिए!" મારા તો ભવાં ઉભા થઇ ગયાં "અંકલ" શબ્દ સાંભળ

जीवन हो किताब जैसा

बातोँ को दिल में रखने के इलावा और कुछ नहीं है जीवन जिसने अपनी किताब खुली छोड़दि या तो उसके पन्ने फटे या तो वो गीता बने #कमलम्

શું કાલે હું કે તમે હોઈશું?

UK માં મારા એક મિત્ર છે. વડીલ મિત્ર છે. થોડા સમય પહેલા અમે કોરના ટાઈમ વખતે linkedIn પર મળ્યા હતા. અમે બંને એક જ ફિલ્ડમાં એક્સપર્ટ છીએ એટલે વિચારો અને આચાર મળતા આવે. થોડા દિવસ પહેલા એમણે મને કહ્યું કે, કમલ કાલે આપણે નહીં મળી શકીએ કારણકે કાલે મારો સૌથી મોટો દિવસ છે. એટલે, મેં વળતા જવાબમાં કશું જાણ્યા વગર જ જન્મદિવસની શુભેચ્છા પાઠવી. એમણે કહ્યું કે, "મારો જન્મદિવસ તો જોકે તેને હજી ૫ મહિનાની વાર છે. પણ તારો આભાર. પણ મેં તારી શુભેચ્છા એટલે સ્વીકારી કે હું કદાચ મારા જન્મદિવસ સુધી ન તાકી શકું." મને તો ભાઈ જબરદસ્ત ફાળ પડી. એટલે હું ગંભીર થઇ ને બધું પૂછવા લાગ્યો કે, સર શું થયું છે તમને? પછી એમણે હસતા હસતા જવાબ આપ્યો કે, "ભાઈ મને કશું જ થયું નથી. પણ હું જીવન તો એવી જ રીતે જીવું છું કે ત્યાં સુધી ખેચાશે કે નહીં?" મને હાશ થઇ પણ ખરેખર એમનું જીવન જુઓ તો ભૈસાબ, એકદમ બિન્દાસ અને રંગીન વ્યક્તિ. એ આખા જીવનમાં નહીં કમાણા હશે એટલા રૂપિયા તો એમણે યુવાની થી પોતાના શોખ સંગીત પાછળ ખર્ચી નાખ્યા છે. મજા આવે જયારે આવું વ્યક્તિત્વ તમને ભટકાય.. એક જ જાટકે જીવનની શૂન્યતાના દર્શન કરાવી દે છે. પણ

મૃત્યુ

મૃત્યુ ને એક બીજી સારી ઓળખ આપી શકીએ છીએ! મૃત્યુ = નિઃશ્વાસીત ઉપવાસ જેમ નકોરડા ઉપવાસમાં અન્ન સાથે સાથે પાણી પણ ત્યજ્વાનું હોય છે એ જ રીતે મૃત્યુમાં અવિનાશી આત્મા તેનાં શરીર દ્વારા કાયમ માટે શ્વાસો-શ્વાસ ત્યજે છે. એટલે મૃત્યુ એ ઉપવાસીત પ્રક્રિયા છે. #કમલમ

It's hard to be a woman

It's hard to be a woman it's hard to be a woman who compromises it's hard to be a woman who gets pregnant it's hard to be a woman who splitted from her own family in name of marriage it's hard to be a woman who gets discouraged if she wants to build her own identity it's hard to be a woman who is uncontrollably compassionate for her children it's hard to be a woman who gets molested on every minor occasion and still she celebrates her womanhood it's hard to be a woman who keeps trying for the equality but not to dethroned any other identity but to hold their own it's hard to be a woman who can do anything but after completing her duty as women!! it's hard to be a woman who can do much better than a man but still she keeps proving that to hold their soul it's hard to be a woman who is bound by the social norms but treated as object it's hard to be a woman because she is emotional and sensitive but it does not protect her it's hard to b

मेरा अनुभव – पहली बार कुलदेवी माँ के मंदिर जाने का!

हां, तो बात तब की है जब में इंजीनियरिंग के दूसरे साल में था (साल २००९)| परिवार मेरा मुंबई में था किन्तु पढ़ाई के हेतु में मुंबई से अहमदाबाद अकेले आया था| इंजीनियरिंग का पहला साल ठीकठाक ही रहा था क्योंकि मैंने पूरा साल हास्टल में निकाला था| दूसरे साल के शुरू होते ही मैंने मेरे दोस्त के साथ हास्टल छोड़ने का निर्णय किया और में, मेरे दोस्त के साथ, दोस्त के ही किसी रिश्तेदार के घर पर पेइंग-गेस्ट के तौर पर हमने रहना पसंद किया| वह इलाका अहमदाबाद शहर का सबसे केन्द्रीय और पुराना विस्तार कालुपुर था| वहाँ अभी भी गुजराती लोगों ने अपने तौर तरीके, संस्कार और अस्मिता बनाए रखी है, जिसने मुझे काफी प्रभावित किया था| मुझे इसीलिए मेरी रहने की नई जगह धीरे-धीरे पसंद आने लगी थी| में खुद भी इनसानी पसंद आदमी हूँ इसलिए लोगों जुड़ना और उनसे मिलकर उनकी बातों से विशेष अनुभव ग्रहण करना मेरा निजी स्वभाव रहा है| अहमदाबाद में मेरे पिताजी का परिवार काफी बड़ा है और तब में हास्टल में नहीं रहता था इसीलिए पढ़ाई के बाद एक स्वतंत्रता होती थी तो उस क्षणों का उपयोग करते हुए में अहमदाबाद में बसे परिवार के साथ बिताकर करने लगा| अहमदा