પોસ્ટ્સ

મે 9, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જીવ માત્રમાં નિંદ્રા કે પછી નીંદર, એ અનિવાર્ય / ફરજીયાત નથી

ઈશા ફાઉન્ડેશન, તમિલનાડુ સ્થિત, સદગુરુએ નિંદ્રા ઉપર ખુબ જ આંખ ઉઘાડનારી ચર્ચા કરી હતી. એમણે કહ્યું કે, "જીવ માત્રમાં નિંદ્રા કે પછી નીંદર, એ અનિવાર્ય / ફરજીયાત નથી. ફક્ત "આરામ" કરવો જ અનિવાર્ય છે. એમણે આગળ જણાવ્યું કે, જો તમે મેરેથોન માં ભાગતા હો તો જો કલાકની દોડ પછી જો ઉભું રહેવાની ઈચ્છા થાય તો એ આરામ છે. જો લાંબો સમય ઉભા રહ્યા હોવ અને બેસવાની તક મળે અને તમને બેસ્યા પછી જે આનંદ આવે એ આરામ છે. તમે લાંબો સમય ડેસ્ક પર બેસ્યા હોવ અને સેજ સુવાની ઈચ્છા થાય તો એ આરામ છે. નિંદ્રા એ આરામનો એક પ્રકાર છે. બીજું કશુંજ નહીં. - સદગુરુ આવી જ રીતે, શરીરને નાહકનાં વિચારો અને આદર્શોથી ભરી લેવાની જરૂર નથી. કોઈપણ નિયમ પાછળ નાં તથ્યની ખોજ થવી જરૂરી છે. અને એજ તો છે સત્યની શોધ. એટલે કે ઈશ્વરની શોધ. કદાચ આ પ્રકારના અન્ય તથ્યોનાં અંતરિયાળ સત્ય જાણ્યા બાદ જ હાલની કોઈપણ વ્યવસ્થાનું મૂળ નજરે ચડે છે. અને જયારે વ્યવસ્થાનાં બંધારણ પાછળનું સત્ય જાણવા મળે ત્યારે બે ઘટના ઘટે છે. ૧. અન્યાય સામે આક્રોશ ૨. વ્યવસ્થા રૂપી સંતોષ. એ બંને ગતિ કરાવે છે. કદાચ ત્યારે જ કહેવાતું હશે કે સત્યની શોધ સંપૂર્ણ થઇ. અથવા મો