ઉત્તરાયણ પહેલા દર વખતે લોકોને અને પક્ષીઓને પહોંચતી હાનિ વિશે ના સમાચારો અને લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે અતિસંવેદનશીલ જાહેરાતો મુકવી લગભગ સામાન્ય થઈ ગયું છે.
કદાચ ગણીને 5 લોકોને ફરક પડ્યો હશે આ જાહેરાતોથી. અને કદાચ એક કે બે વ્યક્તિઓએ પતંગ ઉત્સવનો બહિષ્કાર કર્યો હશે.
હવે આ રીતે બંને વસ્તુને એક સાથે જોડીને શું લોજિક ઉભું થાય છે એ ખ્યાલ નથી આવતો.
યાતો પતંગ ઉત્સવ પર રોક લગાવો અથવા
કાચી દોરીનો વપરાશ જ કરવો એવી જાહેરાતો નહીં પણ કડક કાયદો અમલમાં લાવવો પડે.
હમણાં ગયા જ વર્ષે અમારી પોળના છોકરાનો પતંગ બાજુ વાળી પોળના છોકરા એ કાયપો તો જોર જોર થી બોલ્યો કે આવતા વર્ષે સ્ટીલનો દોરો લઈને આવું. પછી જોઈ લેજે.
હવે આ લોકો ને ક્યાં રોકવા જાવા. આ તો સ્ટીલ ને ઉડાડી ન શકો બાકી જો એ સંભવ હોય તો લોકો પોતાના ખંડિત અભિમાન ખાતર એનો ય ઉપયોગ કરવામાં પીછે હઠ ન કરે.
મૂળ મુદ્દે "પાકી દોરી" અને "પાકો માણહ" જ આ દેશની પત્તર ઠોકવા બેઠા છે.
તમતમારે બિન્દાસ પતંગ ઉત્સવ મનાવે રાખો. હાનિ જાય એના ગોમે.
પાકી દોરીએ તો બધા કાપે.... કાચી તલવારે માથા વાઢે ઇ ભડનો છોરો. બોવ દોરી નો ઘસાવતા. અને કાચ ઓછો રખાવજો.
જય હિન્દ.
- કમલ ભરખડા.