પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

बीज आखिर अंकुरित होता क्यों है?

एक बीज, जो अंकुरित होने के ठीक पहले, न मिलने वाली शुद्ध हवा, सूर्यप्रकाश और अन्य सामग्रीओ को बीज अपने में मौजूद जीवित रासायनिक प्रक्रियाओ को जीवित रखने के लिए वह अपने अंग को फैलता है जिसे हम अंकुरित होना कहते है | इसीलिए अगर किसी भी बात का दुःख है या तो तकलीफ है तो जमीन में पड़े वह बीज की तरह अपने आप को फूलने फैलने की आजादी दे | सही मायनो में दुःख और दर्द ही अहम् कड़ी होती है हमारी खुदकी उत्क्रांति के लिए | रोइए मत और प्रकृति के द्वारा दिए गए अवसर का उपयोग करे | मान लीजिए अगर बीज में अंकुरित होने की हैसियत ही न होती तो वह वही जहा गिरा वह पर सड़ जाता | #kamalm

થોડું-થોડું બધું લઈ ને, જોઈ તો જુઓ...

જીવન સરળ હોય છે પરંતુ એને અઘરું બનાવવાનું કામ આપણે જ કરીએ છીએ. ક્યારેય ક્યારેક તો એક વસ્તુની પાછળ જ પડી જઈએ છીએ. અરે ભલાં માણસ... થોડા હર્ષદ મેહતા જેવાં બની ને રહો તો થોડા ગાંધીજી જેવાં થોડા મોરારી બાપુ જેવાં તો થોડા નરેન્દ્ર મોદી જેવાં થોડા નરેશ કનોડિયા જેવાં તો થોડાં મરીઝ જેવાં થોડા શાહબુદ્ધિન સાહેબ જેવાં તો થોડા રાહુલ ગાંધી જેવાં થોડા રણછોડ જેવાં તો થોડા શિવાજી જેવાં થોડા મારા જેવાં તો થોડાં તમારા જેવાં જો આખું કોઈ લઈને નથી ગયું તો થોડું-થોડું બધું લઈ ને, જોઈ તો જુઓ... #કમલમ

તારા થી ચા તો છુટતી નથી અને સંસાર છોડવાની વાતો કરે છે

બકો: ચકેશ્વર મહારાજ ની જય હો... ચકેશ્વર: બોલ બેટા... બકો: બાપુ હવે તો પાક્કું સન્યાસ લેવાં જ આવ્યો છું. સંસાર છોડી ને... ચકેશ્વર: વાહ બેટા. બૌ સરસ. ચા પીસો? બકો: હા બાપુ...ચોક્કસ. ચકેશ્વર: તો બેટા તારા થી ચા તો છુટતી નથી અને સંસાર છોડવાની વાતો કરે છે. મોજ કર ને વ્હાલા.  પૂર્ણવિરામ  #કમલમ

કાળીયો ઠાકર કરે ઈ હાચું!

આપણે ત્યાં એક કહેવત છે કે, "કાળીયો ઠાકર કરે ઈ હાચું". પણ કાળીયો ઠાકર કોણ? ઈ કાળિયો એટલે આ સમસ્ત બ્રહ્માંડનો નાથ. કાળનો પણ કાળ અને જીવ નો પણ જીવ. પણ છે ક્યાં? મારી અંદર. અને તમારો તમારી અંદર. દરેક જીવ આ બ્રહ્માંડમાં એ બ્રહ્મની એક પ્રતિમા બનીને અવતરે છે. દરેક પ્રતિમાની પોતાની અવધિ, શકલ અને સિરત. એ પ્રતિમાનાં એટલકે મારા તમારા હાથમાં જ નથી કે, એ ત્રણેયની બહારનું કઈંક વિચારી પણ શકીએ. તમારો બ્રહ્મ કહો કે સ્વભાવ, ઈ તમારા કાળીયાને ખબર જ હતી કે, મારી આ દીકરી/દીકરો સહન કરી શકશે કે કેટલું નહીં તથાં ક્યાં કરી શકશે અને ક્યાં નહીં. આ બધા તાળા-માળા ગુંથાયા પછી અંતરથી જે નિર્ણય લીધો એ જ હરિ ઈચ્છા. કદાચ અંતરના વિરિદ્ધ જઈ ઊભાં રહેવામાં જમીન ગોઠણે આવી જાય છે. એટલે અત્યારે કદાચ તમે ખુશ હશે તો એ કાળીયાની જ ઈચ્છા. અને એણે આખું માળખું બનાવી રાખ્યું હશે. બસ ચાલે રાખો. #કમલમ

હસ્તમેળાપ

આ કેટલાં લાગણીસભર અને સંવેદનશીલ શબ્દો છે. એક યુવક માટે લગ્ન કદાચ એક જીવનનું કાર્ય હોઈ શકે પણ યુવતી કે સ્ત્રી માટે તો એ ક્ષણો એના માટે બધું જ હોય છે. એ તેના જીવનનું તમામ સોંપી દેવાના કરાર કરવા બેઠી હોય છે અને હસ્તમેળાપ વેળા એ દીકરી સ્પર્શ કરતા વિશ્વાસ વધુ શોધતી હોય છે. નસોમાં વહેતુ લોહી ઠંડુ પડી ગયું હોય છે. હવેથી જીવનના દરેક ક્ષણો પરાવલંબી બનાવ જઈ રહ્યા છે ત્યારે એક હસ્તમેળાપ જ એ સ્પર્શ હોય છે જે લોહીને ફરીથી ગરમ કરે છે. એ ક્ષણે કદાચ મધ્યમાં ભભૂકી રહેલા અગ્નિદેવની પણ તાકાત નથી કે પરણવા બેસેલી એ નવવધૂ નાં લોહીને ઉષ્મા આપે. પણ એ સ્પર્શ જો ખરેખર વાસના, પ્રીત, સ્નેહ, અને લાગણીઓથી પણ ઉપર જો વિશ્વાસનો હોય તો, એ સ્ત્રી આજીવન એ બીજા હાથની વફાદાર અને શક્તિ બની જાય છે.  #કમલમ