પોસ્ટ્સ

ડિસેમ્બર, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અઘરું ચિંતન

અઘરું ચિંતન જો સમસ્યાનું સરળ સમાધાન ન અપાવે તો એ વાહિયાત ચિંતન કરતા બીજું કશું જ ન કહેવાય. આવું વિધાન કેમ આપવું પડ્યું? કારણકે ભોગવવું પડ્યું એટલે! કોઈપણ વ્યક્તિનાં જીવનમાં બે પ્રકારનો સમય હોય છે. એક એવો સમય કે જયારે તેને કોઈ જ ઈમરજન્સી નથી હોતી. અને બીજો એવો સમય કે જયારે તમામ પ્રકારની ઈમરજન્સી એકસાથે આવીને ઉભી ને ઉભી જ હોય છે. હવે તમે ગમે તેટલું ભણ્યાં હોવ કે, અનુભવ લીધો હોય પણ જયારે ઈમરજન્સીનો સમય ચાલતો હોય છે ત્યારે કરવામાં આવતું અઘરું ચિંતન કામ નથી આવતું ઉપરાંત માનસિક અનર્થ નોતરે છે. અને જયારે ઈમરજન્સી નથી હોતી ત્યારે "ન" કરવામાં આવેલું અઘરું ચિંતન પણ અંતે અનર્થ નોતરે છે. એટલે જ કહેવાય છે કે, પાણી આવે એ પહેલા પાળ બાંધવી. બની શકે પાણી ક્યારે આવે એની ખબર ન પણ હોય પરંતુ જયારે જીવનમાં સમય હોય ત્યારે તે સમયનો સદુપયોગ કરી ચિંતન કરી એવા કાર્યો કરવા કે જયારે ઈમરજન્સી આવે ત્યારે તે અનુભવો એક મજબુત સુવિધા બનીને ઉભી રહે. સુવિધા એટલે જરૂરી નથી કે મટીરીયલ સુખ સુવિધાઓ. પરંતુ એવા કાર્યો જેમકે વ્યાયામ, ભણતર, અનુભવ, નેટવર્ક, અને ભક્તિ અને સેવા કાર્ય. જો હાલ તમને લાગતું હોય કે અઘરા ચિંતનની