જીવનમાં સફળતા પછી નિષ્ફળતા આવે તો એ સહન કઈ રીતે થાય?

કોઈની સાથે સારું થાય છે તો શું એને એક નવો હાથ ઉગી નીકળે છે? શું એ જ વ્યક્તિ જયારે નિષ્ફળતા પામે છે ત્યારે તેનો એક હાથ કે પગ ગાયબ થઇ જાય છે?

તમારી સાથે સારું/નરસું જે પણ થાય છે તેની અસર તમારા આખા શરીરમાં ક્યાંયે નથી થતી પણ જો થાય છે તો એ ફક્ત ને ફક્ત મગજમાં!!!

અને મગજ નું તો કામ છે નાની નાની વાતમાં સેન્ટી થઇ જવું...

એ રાહ જોતું હોય છે કે મારી (મગજની) સાથે કઇંક ખરાબ થાય અને હું બિચારું બની ને બેસી જાઉં અને મારો માલિક મને ચાટ ચાટ કરે....

જે થાય છે સારા માટે જ થાય છે અને હું મારા અનુભવ અને અનુભૂતિ ઉપર જ કહું છું. સાંભળેલું કે વાંચેલું નહીં.

કઇંક સારું હતું આપણી સાથે એટલે એનો મતલબ એ છે કે, આ સામાજિક વ્યવસ્થામાં ક્યાંક આપણે ચોક્કસ માળખું.પેટર્ન ને ફોલો કરી રહ્યા હતા અને એ મુજબ આપણે સકસેસ હતા

હવે નિષ્ફળતા બે રીતે આવે

1. પ્રથમ તો સામાજિક વ્યવસ્થાની માળખા/પેટર્નની મર્યાદાને તોડી ને રિસ્ક/જોખમ લઇ કઇંક નવું કરવા નીકળીએ ત્યારે આવે

૨. બીજું કે જે કામ સારું ચાલતું હતું અને તેમાં અનાયાસે બેદરકારી, બેજવાબદારી, અસામાજિક અથવા આળસ જેવા પરિબળોની તાકાત વધતાં જ નિષ્ફળતાનો પાયો નંખાય જાય છે.

પ્રથમ કેસ ને હું તો નિષ્ફળતા ગણતો જ નથી પરંતુ ઉત્ક્રાંતિ સાથે સરખાવું છું. અને જો એ ન થતું હોત તો આ દુનિયા આ ક્ષમતાએ પહોંચી જ ન હોત અને હું આ રીતે આ જ્ઞાન પીરસતો પણ ન હોત!! પ્રયત્ન કરવાવાળા ક્યારેય નિષ્ફળ નથી હોતા.

બીજા કેસ બાબતે તો મારે કાઈ બોલવા જેવું જ નથી ....

છેલ્લે છેલ્લે

જો મૂળ મુદ્દે પરિણામ લક્ષી કાર્ય કરીએ ત્યારે તકલીફ આવે એ સહન ન થાય

પણ જો કાર્ય લક્ષી કાર્ય હોય તો એ પરિણામ તરફી નથી હોતું... કારણકે એ કાર્ય કરવું તમને ગમે છે. અને એ કાર્ય જ તમારૂ જીવન છે અને સત્ય તરફ જવાનો માર્ગ પણ છે. તો પછી એનું પરિણામ કદાચ ખરાબ પણ આવે તો એ કાર્યની ક્ષમતામાં વધારો કરવો તમને ગમશે જ અને અંતે સમાજના માળખા મુજબ તમને સફળતા પણ મળશે.... અને ગમતા કાર્યમાં માનવીય મગજના એકપણ દુષણ હેરાન કરતાં નથી.

ફક્ત ને ફક્ત પોતાને ગમતું કાર્ય કરવાથી જ તમે ઈશ્વરીય અલૌકિકતા પામો છો જે તમને આ જગતની અગણિતતાની ઝાંખી કરાવે છે.

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો