પોસ્ટ્સ

એપ્રિલ, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સૌથી અઘરું કાર્ય

સૌથી અઘરું કાર્ય: "પોતાનો સ્વભાવ પોતાનામાં પર જ થોપવો." સૌથી સહેલું કાર્ય: "પોતાનો સ્વભાવ બીજા પર થોપવો." - કમલ

અમને શું મળશે?

"ઘણાં સમયે ફરીથી રંગ લાગશે.... અને ઘણાં સમયે મહેફિલ ફરી મળશે... આતો સમજ્યા કે ઘણું આવશે પણ આટલાં સમયથી કેટલુંય રહી ગયું એનું શું મળશે? " - કમલ

સૌથી મોટી બીમારી કઈ?

ચકો: બકા આ દુનિયાનું સૌથી મોટું રિપેર મેઈન્ટેનન્સ વર્ક કયું ? બકો: વાહનનોનું... ચકો: ખોટું... ચિકત્સા અથવા હોસ્પિટલ બકો: અચ્છા મને એમ કહે કે, માણસોમાં સૌથી મોટી બીમારી કઈ? ચકો: જવાબ આપવાની અથવા ન આપવાની જગ્યાએ સાચા પ્રશ્નની સામે ખોટા પ્રશ્ન કરવાની આદત આ દુનિયાની સૌથી મોટી બીમારી. બકો: હેં? ચકો: ખોટો પ્રશ્ન... પૂર્ણવિરામ - કમલ ભરખડા

બોવ મોટાં માથાની પાછળ ચાલવું નહીં

બોવ મોટાં માથાની પાછળ ચાલવું નહીં.. નકર પડી જવાય. :D આજે જ એકટીવા લઈને મીરારોડ સ્ટેશન જતો હતો. વચ્ચે ટ્રાફિક નડ્યો. પણ મારી આગળ એક ફોરવ્હીલ ગાડી, હોન્ડા સીટી હતી. એ બાપુ મને કાઠીયાવાડી લાગ્યો. કારણકે, એણે લાઈન તોડીને સાઈડમાંથી એવો રસ્તો કાઢ્યો મારો હાળાએ કે, એક બાજુ આખું ટ્રાફિક અને એક બાજુ અમે બે જણાં મેં તો ચલાવી રાખી. પણ હું અંધશ્રદ્ધા સાથે એની પાછળ પાછળ ચાલતો રહ્યો. મને એકાએક વિચાર આવ્યો કે, બંદાને ખુદા મળી જાય એટલે કદાચ આવી રીતે જ દરેક સમસ્યાના રસ્તા મળી જતાં હશે. પણ, નશીબમાં મોટો ખાડો હતો. એ તો બાપુ હોન્ડા સીટી વાળો મોટાં માથાં વાળો હતો અને ખમી જાય એમ હતો એટલે એણે તો આવેલા ખાડાને ચારેય પૈડા વચ્ચેથી સોંસરવો કાઢી નાખ્યો... પણ વધ્યો છેલ્લે હું. અને ગયો સીધો ખાડામાં. પણ સમયસુચકતા અને ત્વરિત જાગૃતિનાં પ્રતાપે મેં ખાડામાં પડતી ગાડી અને કમલ એમ બંને ને બચાવી લીધા. છેલ્લે છેલ્લે લાલચ અને અંધશ્રદ્ધાનો આ મોટો દાખલો મને એ સમયે મળી ચુક્યો હતો. અને એ પણ સમજી ગયો હતો કે, ગમે તેવા મોટાની સાથે ચલાય પણ બાપુ પાછળ નઈ - કમલ ભરખડા

સોનું અને પથરો

સોનું અને પથરો બંને પાક્કા દોસ્તાર. બેય સાથે ભણ્યા અને સાથે ગણ્યા. ઘડતર સાબિત કરવાનો સમય આવ્યો ત્યારે સોનું બધાંને ગમી ગયો. પણ પથરા ને કોઈ પૂછવા પણ ન આવ્યું! ઘણાં વર્ષો બાદ સોનું પથરાને મળ્યો, સોનું બોલ્યો, " કેમ ભાઈ, પથરા, કેમ તે તારાં આવા હાલ કરી દીધાં છે? " પથ્થર બોલ્યો, " બસ, જો ચાલ્યાં કરે છે. તું કે!" સોનું, " અરે પણ, થોડી વધારે મહેનત કરી હોત તો તું આજે ક્યાંય હોત " પથરો બોલ્યો, "હા વાત તો સાચી છે તારી. પણ મહેનત તો આપણે બંને એ સાથે જ કરી તી. ઠીક છે હવે, જેવી ઠાકોરજી ની મરજી" સોનું, " આમાં ઠાકોરજી શું કરવાના છે. સારા કુળમાં ને સારા વ્યક્તિઓ વચ્ચે જન્મ લેવો પડે..... ત્યારે આ સન્માન અને સહુલીયત મળે...!" પથરો ને આ વાત લાગી આવી. એણે મહેનત ચાલુ કરી અને જળહળતો હીરો બન્યો. ત્યાર બાદ ઈતિહાસ બદલાઈ ગયો. વાર્તા પૂરી. પૂર્ણવિરામ - કમલ ભરખડા

પ્રેમ કેવો હોય છે?

બકો: ચકા પ્રેમ કેવો હોય છે? 😍 ચકો: એર ફ્રેશનર જેવો. એ હોય ત્યારે વાતાવરણસુગંધી જ લાગે. એ નીકળે એટલે ગંદવાડ સામે આવે 😏 બકો: બે યાર.... એર ફ્રેશનર પછી બોલવું જરૂરી હતું? 😡🤬 પૂર્ણવિરામ

કોને જાવું છે?

"બેનનું કામ કરો ને પાસ થઇ જાઓ." આજે મમ્મી સાથે બેઠો હતો. એમણે જૂની યાદોનાં ચોપડા બહાર કાઢયાં તા. એક પત્તે આવીને ઉભા રહ્યા. જ્યાં એમણે વાત કરી નાની કક્ષાનાં ભ્રષ્ટાચારની જયારે તેઓ સાવરકુંડલામાં કન્યાશાળામાં ભણતા હતા. એમણે કહ્યું કે, ત્યારે શિક્ષકો ક્લાસ લેવા આવે એટલે એટલું જ બોલે કે, "કોને જાવું છે?" એટલે અડધો ક્લાસ હાથ ઉંચો કરે ને વાર ફરતી વારા કાઢે શિક્ષકો. પણ જવાનું ક્યાં? એમના ઘરનું કામ કરવા. વાસણ, પોતા અને ઘરની સાફસફાઈ કરવી ને બેન એમને એ વિષયમાં પાસ કરી દેતાં. જોરદાર. :D

ગ્રેવી

છબી
ગ્રેવી કોઈપણ શાકમાં એક પ્રકારની ગ્લોબલ સુવાસ લઇ આવે છે. ગ્લોબલ સુવાસ એટલે કે, કોઈપણ મેઈન કોર્ષ વ્યંજનો ગ્રેવી અથવા રસ્સા વગર નથી બનતા. દુનિયાનો કોઈપણ વ્યક્તિ ગ્રેવી સાથે ભળેલી વસ્તુને આરામથી ગ્રહણ કરી શકે છે. કારણકે, ગ્રેવી સાથે ભળનાર વસ્તુ મોસ્ટલી એવી હોય છે જે પચવામાં ભારે હોય. અને ગ્રેવીનાં મસાલા અને તેમાં રહેલા એસીડ દ્રવ્યો દ્વારા પનીર, અન્ય શાકભાજી અથવા નોનવેજનાં ટુકડાઓને પચાવવા માટે અનુકુળ માહોલ ઉભો કરે છે. ઉપરાંત ગ્રેવી એક પ્રકારે ઓઈલીંગ જેવું કાર્ય પણ કરે છે. જેથી અંતરિયાળ લાળગ્રંથીનો ઘસારો ઓછો થઇ રહે. ઉપરોક્ત કારણોસર જ ગ્રેવી સાથેનું વ્યંજન ક્યારેય ભારે નથી પડતું. એટલે જ એ ચાલે છે. ખોરાક પાછળના વિજ્ઞાનને સમજવું ખુબ જરૂરી છે. એ ફક્ત સ્વાદગ્રંથીને વ્હાલ કરવા પુરતું જ નથી. - કમલ ભરખડા

અંગ્રેજો અને ગુજરાતીઓમાં કાંઈ ખાસ ફેર નથી

અંગ્રેજો અને ગુજરાતીઓમાં કાંઈ ખાસ ફેર નથી. અંગ્રેજો જે વસ્તુ મેંદાના લોટથી બનાવે છે એ બધું આપણે ચણાનાં લોટમાં બનાવીએ જ છીએ. આ રહ્યું નીચે લીસ્ટ...જેટલી મને ખબર છે.   ૧. કેક ની સામે ઢોકળાં ૨. પેનકેક ની સામે પુડલા 3. સ્ટફ બ્રેડની સામે ભજીયાં ૪. વાઈટ સોસની સામે કઢી ૫. નુડલ્સની સામે સેવ ૬. પીજ્ઝાની સામે હાંડવો ૭. પાસ્તાની સામે ખાંડવી ૮. બ્રાઉની કેકની સામે મોહનથાળ ૯. કુકીઝ ના સામે મગજનો લાડુ ૧૦. મુસ ની સામે મેસુબપાક ૧૧. પાઈઝ ની સામે પુરણપોળી(ચણાની દાળમાંથી બનેલી) ૧૨. ફનલકેક ની સામે ચકરી ૧૩. ગનુચી ની સામે બુંદી વધારે મેળ બેસતો હોય તો કમેન્ટમાં જણાવશો - કમલ ભરખડા

પૈસાનું તંત્ર

પૈસાનું તંત્ર એ ખુબ જ જૂની સ્ટ્રેટેજી છે. પહેલા દરેક વ્યક્તિ સિંહ હતો. એ પોતાના એરિયામાં રહેતો - ત્યાં જ પોતાનું જીવન વિતાવતો. - અને કુદરત જે આપે એ ચલાવતો. એનો દેશ એટલે એ વિસ્તાર એટલો જ જેટલો તે ફરી-ચરી શકે.  પણ દુનિયા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ શાશકો વધતાં ગયાં. અને તેમના સલાહકારો પણ. આ માણસનો ખોરાક અન્નજળ અને આ શાશકોનો ખોરાક એટલે ગુલામી અને વિસ્તાર. કોઈ એક સિહ બીજા સિંહનાં તાબે ન રહી શકે. હા, સિંહ ને મંજુર છે પોતાના વિસ્તાર ને નાનો કરી શકે જો સ્થતિ ન હોય તો. પણ સિંહ ને એ ક્યારેય મંજુર ન હોય કે એ કોઈનાં દબાણમાં પોતાના નિર્ણયો લે. એટલે શાશકોને જો પોતાની લાલચને સંતોષવી હોય તો આ તેને વિસ્તાર વધારવો જ રહ્યો એ નક્કી છે. હવે વધેલા વિસ્તારમાં બની શકે ત્યારે દરેક સિંહનાં જ રાજ હતા. અને સિંહ તેના સ્વાભાવ અનુસાર જ વર્તન કરવાનો છે. હવે જ્યાં સુધી સિંહ, સિંહ રહેશે ત્યાં સુધી શાશક શાશક નહીં બને. એટલે એ સિંહને ઘેટું બનાવવા પડે. જે એક ગાજર અથવા ટોળામાં એક જ દ્રવ્યની પાછળ ચાલતા રહે. તેમનું જીવન જ એ કે, બસ એ ગાજરને પામો એટલે જીવન જીવી લીધું. અને શાશકોને એજ જોતું હતું. શાશકો આપણને લડાવશે કે, જો ફલાણા

ખરો વેપારી

વેપારી પોતાના ફાયદા માટે ધંધો કરે છે. ફાયદો એટલે કે તેને ત્યાં કામ કરતા દરેક વ્યક્તિઓ સાંજે થાળી ભેગા થાય અને એ વેપારી જેને ત્યાંથી એ ખરીદી કરે છે એ લોકો પણ થાળી ભેગા થાય તથા એ આગળ જેને માલ વેંચશે એ વેપારીને ત્યાં પણ અને માલ ખરીદીને વાપરનાર લોકો પણ થાળી ભેગા થશે એટલું વિચારનાર....એટલે ધંધાદારી. બાકી બધા ચોર. - કમલ ભરખડા

બકો ચકો - મચ્છર ને ગોળ

બકો: "અરે યાર શું મચ્છર છે આજે તો? જબરા કરડે છે. અને પાછા કોણી એ જ.." ચકો: " હા તો તારે કોણીએ જ ગોળ લગાડે લો છે ને.. તો મછરા ત્યાં જ બટકાં ભરેને...!" પૂર્ણવિરામ. - કમલ

લઘુકથા - "અસ્ત્ર"

ખાણમાં ચમકપત્થર તોડવાનું કામ કરતો એક યુવાન, સવારે મજૂરી કરતો અને રાત્રે પ્રભુનાં ભજનમાં ખોવાઈ જતો. પ્રભુ પ્રત્યેની આદર્શ અને અદ્ભુત કલ્પનાઓ ને તેઓ ધીરે ધીરે શબ્દોમાં ઢાળવા લાગ્યાં. રોન્ઢે મંડળી ભેગી થાય એટલે મંડળી  સૌ પહેલાં જ તે યુવાન ને ગોતે, એ અપેક્ષા સાથે કે, "આજે નવાં પદ સાંભળશું." સમય વિતતો ગયો અને તે યુવાને પોતાનાં ભજન બનાવવા અને પીરસવાનું આદરી દીધું હતું. કોઈ વડીલ કહ્યું કે, "આ ભજનો ને એક યાદપોથીમાં તો  ઉતાર!" જ્યારે પ્રથમ વખત એ યુવાને કલમ પકડી ત્યારે હાથની પહેલી આંગળી અને અંગૂઠો બંને કલમ સાથે ભેગા ન થઇ શકયાં! પણ એમણે મહેનત ન મૂકી.. એ લખતાં શીખ્યાં અને એમ ભજનને શબ્દોમાં ચીતરવાનું શરુ કર્યું. ધીમે ધીમે પોથીઓ બનતી થઈ અને આધેડ વર્ષની ઉમરે પ્રભુભક્તિ અને લોકગીતના પ્રખર રચયિતા જેવી  નામના મેળવી.  વર્ષો વીત્યા એમનાં  ચાહકો, મિત્રો અને એમની જ્ઞાતિ એ એમના સન્માન હેતુ એક કાર્યક્રમ યોજ્યો અને એ સમારંભમાં એક પત્રકાર દ્વારા એમને પૂછવામાં આવ્યું કે, "સાહેબ કેવી રહી સફર અહીં સુધીની?" નમ્ર હાસ્ય સાથે એમણે કહ્યું, "અસ્ત્ર, હથેળીથી આંગળીઓ પર આવતાં આવતાં ઘરડો થ

બકો ચકો : ચેપ્ટર, બાપા

બકો: શું વાત છે ચકા... આજે વહેલો જાગી ગયો...? છ વાગ્યામાં? ચકો: નાં....સુતો જ નથી હું...! નીંદર જ નથી આવી.... બકો: કેમ? ચકીના બાપાનો ફોન આવ્યો તો કે? ચકો: નાં... ચકીના સસરાનો...! પૂર્ણવિરામ. શુભપ્રભાત. - કમલ

નવી પેઢી

છબી
"Saudi crown prince says Israelis have right to their own land" સાઉદી આરેબિયાનાં "પ્રિન્સ મોહમ્મદ-બિન-સલમાન-અલ-સાઉદ" એ અમેરિકા સ્થિત યુનાઇટેડ નેશન્સની (UN) જનરલ મીટીંગમાં માનવતા તરફી શબ્દો કહ્યા. એમણે કહ્યું કે, "હું માનું છું કે પેલેસ્ટીનિયનો અને ઇઝરાયેલીઓ પાસે પોતાની જમીન હોવાનો અધિકાર છે. પરંતુ દરેક માટે સ્થિરતાને સુનિશ્ચિત કરવા અને સામાન્ય સંબંધો મેળવવા માટે અમારે શાંતિ કરાર કરવો પડશે." ઇઝરાયલ અને તેના વિરોધી દેશો વચ્ચે ચાલી રહેલી પોતનાં વજૂદ માટેની વર્ષો જૂની તકરારો પ્રચલિત છે. અને આવા સંઘર્ષ વચ્ચે આ ઠંડા વાયરા જેવા શબ્દો કોઈ રાજનીતિ છે કે પછી સુરક્ષિત ભવિષ્યના પેઠે જૂની અપેક્ષાઓ પરનો કાપ છે, એ પછી ખ્યાલ આવશે. પણ... ત્યાં સુધી આપણે આવા સમાચાર ને એક પોઝીટીવ રીતે લઈએ. એક નવી પેઢી પરિસ્થતિઓ ને કઈ રીતે જોઈ શકે છે તેનો ઉતમ દાખલો આપ્યો છે પ્રિન્સે. લડત ચાલુ રહેવી જરૂરી છે. પરંતુ ફક્ત અભિમાન ખાતર માનવતા ને નેવે મૂકી વર્ષોથી ચાલી રહેલી લડતો પર નવી પેઢીને કોઈ જ રસ નથી એ પ્રિન્સે એમના શબ્દોથી વર્ણવી દીધું. લડત ચાલુ રહેવી જોઈએ..અને જયારે બંને બા

સમાજ જ સૌથી મોટી જેલ

ગુન્હેગાર જયારે એક્સેપ્ટ કરે કે,  "હાં, મેં આ ભૂલ કરી છે!", એટલે એમને સૌથી મોટી સજા એમનાં પોતાનાં સમાજમાં પાછો મુકવાથી જ મળી શકે! હમણાંજ બે કેસ બન્યા છે આ મુદ્દે અને બંને વખતે જે નિર્ણય આવ્યો એ ઉચ્ચકોટીનો હતો! ૧. સલમાન ખાને બેઇલ માટે અરજી કરી. આપણે વિચારીએ છીએ કે, એમને બેઇલ ન મળવી જોઈએ પણ બેઇલની અરજી દેતાં જ તેઓ પોતે ગુન્હેગાર છે એવું સાબિત થાય છે. એટલે પોતે દોષિત હોવાનાં સ્વીકાર થતાં જ એ સજા પાત્ર બને છે. હવે એ સમાજમાં પાછા ફરે છે પણ એક્પ્રકારની મોટી જેલ સાથે. એક સમાન્ય વ્યક્તિ જે તાઃઉમ્ર સમાજનાં નીતિ નિયમો સાથે જીવ્યો છે એ આ વ્યક્તિ કરતાં મોટો છે, દરેક હોદ્દામાં. આ શરમ અને સમજણ જ એમનાં માટે જેલ છે. ૨. બોલ ટેમ્પરિંગનાં મુદ્દે ઓસ્ટ્રેલીયન ક્રિકેટનાં હાલના પાયા સમાન બે ક્રિકેટરોને પણ આવી જ સજા ફરમાવવામાં આવી. એમણે મીડિયા સામે પોતાની ભૂલ કુબૂલ કરી અને સમાજમાં એમને ફરીથી છુટ્ટા મૂકી દેવાયા. એટલે સમાજ આ દ્રષ્ટિ એ સૌથી મોટી જેલ સાબિત થાય છે. - કમલ

The most important skill you should have is....

છબી
One minute, Please! Six months ago I suddenly thought that I wanted to be an Excel VBA developer. And I thought that I have good references, there are gurus and Google so, I will surely be a good developer within a few months! But just as the time went on I felt, being a developer or anything, you should be the best at the following skill! Logical Thinking....? NO Some Basic skills of Programming/processes?.....NO Creativity?....NO Lol, the most important skill you should have is,  "ART OF QUESTIONING" :D ......BIG YES Yup, if you know, how to ask the question or how to put your queries in front of the everyone then I think you will surely get the correct solution to your all queries...I bet. sometimes, questions are the biggest mystery of the world itself than the actual queries. "YES, Smart is THE One, who asks Good Questions!!!" - Kamal Bharakhda

સમજાયું ?

અગવડતા ભોગવીને સગવડતાનું મુલ્ય સમજાયું નકટા ભેગા થયા ને ઓછાબોલાનાં વેણ સમજાણા કથા પૂરી થઇ ગ્યા પછી બાપુનાં શબ્દો સમજાયા છેક છેલ્લે પહોંચ્યા પછી શરુ કર્યાની ભૂલ સમજાણી - કમલ ભરખડા

કમ્પની, આત્મીયતા, પ્રોડક્ટ અને સફળતા

એવું કહેવાય છે કે, કંપનીમાં કામ કરતા દરેક વ્યક્તિઓએ કુટુંબની જેમ કામ કરવું જોઈએ. ત્યારે જ કમ્પની એક વિશિષ્ટ પ્રકારનો સફળ પ્રોડક્ટ કે સર્વિસ વહેંચી શકે. અને સાચી જ વાત છે.... આખું કુટુંબ જ એક સારા એવા નર ને વરરાજો બનાવીને સરે આમ લગ્ન કરી વહેંચી નાખે છે. તમે જ કયો આ લગ્ન કુટુંબ વગર થાય ખરા...? એ મૂળ વાત પર આવું, જ્યાં સુધી કમ્પનીમાં દરેક કામ કરનાર સાથે આત્મીયતા ન જોડાય અથવા કમ્પની, તેમના કામદારો સાથે આત્મીયતા જોડવામાં નિષ્ફળ બને ત્યારે સૌથી પહેલા અસર એમનાં પ્રોડક્ટ પર પડે છે. - કમલ ભરખડા

બકો ચકો : ચેપ્ટર સલમાન ખાન

બકો: આપણે બધા એ સલમાનની મુવી પર પ્રતિબંધ લાવવો પડશે... તો ચાલો કસમ લ્યો મારી સાથે કે, કોઈ થીયેટરમાં એનું મુવી જોવા નહીં જાય. આખું ટોળું સહમતી આપે છે... ચકો: પણ બકા, આ તે કહી તો દીધું... પણ હવે કરવાનું શું? બકો: એ બધું પછી વિચારશું.. અત્યારે ટાઈગર જિન્દા હૈ ની એકદમ HD પ્રિન્ટ આવી છે ચલ મુવી જોઈ નાખીએ લેપટોપ પર. ચકો: પણ આ તારી હેસિયત બારની વાત છે. આ આવી કઈ રીતે તારી પાસે....! બકો: આ ઓલા બુધિયાની છે. મેં કહ્યું કે, "બુધિયા, ઉપરથી ઓર્ડર આવ્યો છે, સલમાનનું જે પણ કાઈ તે જમા કરેલું હોય એ લેતો આય પોળ નાં નાકે".... એટલે એ બહિષ્કાર કરવા લાવ્યો હતો, મેં એની પાસેથી લઇ લીધી અને કીધું કે, હું પત્તે લગાડી દઈશ. તું ચિંતા નહીં કર. કેટલા ટાઈમ થી કેતો હતો કે, એકવાર જોઇને આપી દઈશ... હવે બાપાની થઇ ગઈ આખી ડિસ્ક. પૂર્ણવિરામ - કમલ

નિશ્ચિત અનિશ્ચિત

લકી હોટલે બકો ને ચકો બેઠા છે... કોઈ કાંઈ જ બોલી નથી રહ્યું. બંનેની મુખ-મુદ્રા ગંભીર છે. શરીરનાં હલન-ચલનમાં એક પ્રકારની આળસ છે. તેઓ પોતાનામાં મશગુલ છે. તેઓ બન્ને આવતી-જતી ભીડને જોઈ રહ્યા છે અને ચા ની ચૂસકી લઇ રહ્યા છે. હા, બંને નો નિયમ છે કે, જયારે પણ મળવાનું થાય ત્યારે ફોન ઘરે મુકીને આવવો! કદાચ એટલે બેયનું મન નથી લાગતું ...પણ લાંબા અંતરાલ બાદ, ઊંડો શ્વાસ લઈને બકાની આંખમાં-આંખ પોરવીને, ચશ્માં ઉતારીને, અને જે હાથેથી ચશ્માં પકડ્યા છે એ જ હાથ ને બકાનાં મોં તરફ રાખી, ચકો કઇંક બોલે છે....! --------- ચકો: "કોઈ જીવ, ભલેને ગમે તેટલો ખૂંખાર કેમ ન હોય પણ જો એનો સ્વભાવ સદંતર સરખો જ હોય અથવા નિશ્ચિત જ હોય તો તેને કાબુમાં કરવાના ઘણા રસ્તા નીકળી આવે છે. અને તેની જ સામે અનિશ્વિત વ્યવહારના કોઈ રસ્તા નથી નીકળતા. એટલે આ દુનિયામાં કોઈપણ પ્રકારની અનિશ્ચિતતાથી જ વ્યક્તિ વધારે વધુ ગભરાય છે." બકો: "પણ આ તારા જ્ઞાન ને આપડી સાથે શું લેવા દેવા છે? અને તું મને કેમ કે છે?" ચકો: "ચા નાં પૈસા તું આપી ને મારો તારા પ્રત્યે નો અનિશ્ચિત અભિગમ દુર કરવાની યાચના કરું છું." બકો: "મારી પાસે

પાક સોબાના

છબી
પાક સોબાના દુનિયાના બહેતરીન શુઝ (જૂતાં) બનાવનાર માંથી એક છે. તેઓ અવ્વલ દર્જાનાં કારીગર તો છે પણ તેમના દ્વારા બનાવેલા જૂતાં ખુબ કીમતી ગણાય છે. તેઓ ઈન્ડોનેશિયાના નાગરિક છે.  દુનિયાની સર્વશ્રેષ્ઠ જૂતાં બનાવતી કંપનીઓએ તેમને પોતાને ત્યાં કામ કરવા માટે આમંત્રણ આપી ચુક્યા છે. ઇટાલિયન કમ્પની એ તેમને તમામ પ્રકારની સુવિધા સાથે આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેઓએ એ માન્ય ન રાખી પોતાના પરિવાર સાથે ઈન્ડોનેશિયાના એક ગામડામાં પોતાની કારીગરી ચાલુ રાખી. હાલ પણ ખુબ જ કીમતી જૂતાં બનાવવાનો ઓર્ડર જયારે એમની પાસે આવે છે. અજુગતી વાત કહું? દુનિયાના સર્વશ્રેષ્ઠ જૂતાં બનાવી શકનાર માણસનાં પગમાં સ્લીપર છે! अरे हमने दिलको संभाल लिया तो ये दुनिया कोनसी खेत की मुली है!! :D આવા તો કેટલાય ઉચ્ચતર કારીગરો અને બુદ્ધિશાળી વ્યક્તિઓ દુનિયામાં દરેક જગ્યા એ હશે. પાક સોબાના પોતાની ઈચ્છા એ ઇન્ડોનેશિયામાં રહ્યા. પણ એવા ઘણા પ્રતિભાશાળી વ્યક્તિઓ આપણા દેશમાં છે જેઓની હાલત ઘણી પણ નબળી છે. કોઈ આવા વ્યક્તિ નજરે ચડે તો આપણાથી બને એટલું એમને પ્રમોટ કરવાની ટેક રાખવી. - કમલ ભરખડા

પુરુષ ક્યારેય એકલો નથી હોતો

છબી
"અક્કલ" પોતે જ સ્ત્રીલિંગ છે તો બીજું શું જોઈએ. એટલે પુરુષ ક્યારેય એકલો નથી હોતો જો અક્કલને સાથે રાખે તો... ;) -કમલ

શુદ્ધ અંગ્રેજીમાં રૂપિયો કે નોટ એટલે શું?

Nationally Accredited Papers for Monetary Transactions -  Kamal Bharakhda

कौवे देश बर्बाद करेंगे विरोधी बनकर

रामचन्द्र कहे गए सिया से एसा कलजुग आएगा, विकास लुटा जाएगा हर गली चोबारे पर और कौवे देश बर्बाद करेंगे विरोधी बनकर - એક્ચ્યુલી મેં કીધું છે.

પહેલો પ્રશ્ન પૂછતાં જ બકાને જોબ છોડવી પડી!

છબી
પહેલો પ્રશ્ન પૂછતાં જ બકાને જોબ છોડવી પડી. ચાલો જોઈએ કેમ, બકાનાં પત્રકાર બન્યા બાદ આજે પ્રથમ વખત કોઈ નેતાનો ઈન્ટરવ્યું લેવાનો અવસર પ્રાપ્ત થયો. સેટ તૈયાર હતો, નેતાજી સેટ પર હાજર હતા, બકો નર્વસ હતો, પણ નાયક મુવી જોઇને થોડો ફોર્મમાં આવ્યો હતો. વાળ સરખા કરીને સેટ પર હાજર થયો... ----- બકો : ચકેસ્વરજી આપણા સ્ટુડિયોમાં આવ્યા છે પ્રશ્નોનાં જવાબ આપવા. તો ચાલો એમને ધન્યવાદ કરીએ એ બાબતે કે તેઓએ એમનો કીમતી સમય આપ્યો. ચકેસ્વરજી : જી જી નમસ્કાર.. બકો : તો નેતાજી આપણે શરુ કરીએ આપણી ચર્ચા ને... ચકેસ્વરજી : જી..જરૂર બકો : તો નેતાજી હું તમને એક ખોટો પ્રશ્ન પૂછીશ જેનો તમારે મને સાચો જવાબ આપવાનો છે. ચકેસ્વરજી : જી જરૂર બકો: તો નેતાજી તમે ધર્મે હિંદુ છો, મુસલમાન છો કે પછી માણસ છો? ------ સેટમાં સન્નાટો ------ પૂર્ણવિરામ - કમલમ