પોસ્ટ્સ

જૂન 25, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઝેવિયર્સ ભરતી વિવાદ, અમદાવાદ.

૬ એપ્રિલ, ૨૦૧૬નાં રોજ અમદાવાદ ખાતે સેંટ. ઝેવિયર્સ શૈક્ષણિક સંસ્થાનાં કેમ્પસમાં આવેલ માનવવિકાસ અને સંશોધન કેન્દ્રએ સફાઈ કામદારોની રોજગાર ભરતી માટેની જાહેરાત આપી હતી. તો વાત એમ હતી કે, તે જાહેરાતમાં પટેલ, ક્ષત્રીય, બ્રાહ્મણ, પઠાણ અને ખ્રિસ્તીને પ્રથમ પસંદગી આપવાનું લખ્યું હતું તેનાથી પોતાને અને પોતાની પ્રવુંત્તીઓને વધારે પડતી “ઉચ્ચ” સમજતી પ્રજાને કંઇક ખોટું લાગી ગયું. હવે ત્યાર પછી એ દરેક વાંધા ઉપાડનારાઓ એ એમનાથી બનતું કર્યું. નજીવી તોડફોડ પણ થઇ છે. જો ઝેવિયર્સ સંસ્થા આવા “અક્ષમ્ય” ઉલ્લઘન બાબતે જાહેરાતમાં ઉલ્લેખાયેલ તમામ વર્ણોની માફી નહીં માંગે, તો “ગાંધીચિંધ્યા” માર્ગે આંદોલન કરવામાં આવશે એવી કંઇક દરખાસ્તો થઇ છે! આજના સમયમાં દરેક વિરોધ કર્તાઓને ગાંધીજીનો માર્ગ પસંદ છે પરંતુ ફક્ત વિરોધનાં જ અર્થે. ગાંધીજીએ ફક્ત અહિંસક લડત નહીં પણ સાથે સાથે બીજી ઘણી બધી બાબતો પર મનુષ્ય જાતને વિદ્યાવાન કર્યા છે જેના દ્વારા ગાંધીજી ફક્ત ભારતીયો માટે નહીં પણ આંતરાષ્ટ્રીય કક્ષાએ પૂજ્ય બન્યા છે. આખો મુદ્દો ફક્ત એ બાબતે સર્જાયો કે, દેશનો અમુક વર્ગ જ ફક્ત સાફ સફાઈ માટે અર્જિત છે! તો પછી એ સંસ્થાના કર્મચારીઓની